________________
પ્રવચનઃ
પ્રાપ્તિથી લઇ ઠેઠ કેવળજ્ઞાન સુધીની પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે. દર્શક ઉપર આધાર છે.
શાસ્ત્રમાં એક વાત આવે છે -
મરુદેવા માતાને કેવળજ્ઞાન શેનાથી પ્રાપ્ત થયું ? મોટા ભાગે કહેવામાં આવે છે કે અન્યત્વ ભાવના ભાવતાં-ભાવતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. પણ આ મતાન્તર છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્ર વૃત્તિ તથા ત્રિષ્ટિમાં મરુદેવા માતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં ભગવદ્ દર્શનાનન્દજનિત યોગÅર્ય ને કા૨ણ કહ્યું છે. જુઓ ત્યાં આવા અક્ષરો મળે છે.
सापश्यत् तीर्थकृल्लक्ष्मीं, तस्यातिशयशालिनीम् । तस्यास्तद् दर्शनानन्द स्थैर्यात् कर्म व्यशीर्यत ॥ १ ॥ भगवद्दर्शनानन्द-योगस्थैर्यमुपेयुषी ।
केवलज्ञानमम्लान, माससाद तदैव सा ॥ २ ॥
(योगशास्त्र प्रथम प्रकाश श्लोक १० वृत्ति)
પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજે પણ આ વાત કહી છે –
मरुदेवा अत्यन्त वनस्पति मांहि नीकली कहीइं धर्म न पाम्या क्रियारुप चारित्र पाम्या विना भगवद् दर्शन जनितयोग स्थैर्यइं ज अन्तकृत् सिद्ध थयां ।
આ ભગવત્કર્શનાનન્દયોગ કેવો અદ્ભુત હશે ? મરુદેવાએ ઋષભદેવમાં એવું તે શું શું જોયું ? આ ભાવનું એક સુંદર સ્તવન આવે છે - ઋષભની શોભા હુંશી કહુ?
આપણે પણ જો આ દર્શન કરતાં શીખી જઇએ-દર્શન કરતાં કરતાં પ્રભુ સાથે તારામૈત્રક રચી શકીએ-પ્રભુની છબી નયન દ્વારા મનમાં ઉતારી શકીએ તો ‘દર્શનથી દર્શન ગુણ પ્રગટે' એ જે વચન છે તે સાર્થક થઇ જાય.
પ્રભુના દર્શન કરનાર ભવ્ય જીવને આનંદ થયા વિના ન રહે. એક સ્તવનમાં કવિ કહે છે :
Jain Education International
'પ્રભુ દરિસણ દેખી નવિ ઉલ્લસે, રોમાંચિત જસ દેહ,
ભવસાયર ભમવાતણું, પ્રાયઃ કારણ તેહ.’
આવા અનિમેષ દર્શનીય, એટલેકે આંખનો પલકારો પાડયા વિના જોવા લાયક, નિસર્ગ સુન્દર પ્રભુને જોઇને જે રાજી ન થાય, આનંદ ન પામે તો તેનું કારણ તેનું ભારેકર્મીપણું છે અને સામે પક્ષે પ્રભુજીને જોઇ, તેના દર્શન કરીને
ન
For Private & Personal Use Only
૭૨
www.jainelibrary.org