Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 80
________________ પ્રવચન : ૫ દર્શનથી, તેની અનુમોદનાથી એ જીવે ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી. એ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને સીધા ઈશાને થયા સાધુના આચારમાં કેટલી તાકાત છે. એક ગૌચરી વ્હોરવાની ક્રિયાના દર્શન કેવળજ્ઞાન અપાવી શકે છે. સાધુમહારાજના પાદવિહારને જોઈને કોઈ જીવ સમ્યકત્વ પામી શકે છે. અણહિલપુર પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયનને અંતસમયે સમાધિની પ્રાપ્તિમાં આ શ્રમણવેષ કારણ બન્યો હતો. અરે ! આ સાધુના વેષની તો શી બલિહારી છે. સંપ્રતિરાજા પૂર્વભવમાં એક ભિક્ષુક અવસ્થામાં હતા. માત્ર આહાર માટે જ આ વેષ લીધો. એક જ દિવસ માટે આવા સામાન્ય હેતુપૂર્વક લીધેલા સાધુવેષે તેમનું કલ્યાણ કરી દીધું. મનમાં વસી ગયું. આ બધું કોના પ્રતાપે ! જે શ્રેષ્ઠિઓ ધિકકારતા મુજને અરે પ્રાતઃસમે તેઓ જ અત્યારે કરે ભકિત વિનય સન્માનને હું એ જ છું તો શું બન્યું કોના પ્રભાવે આ બધું આ વેષનો જ પ્રભાવ છે શ્રી જૈનશાસન ધન્ય છે. આ જ અનુમોદનાના કારણે તેઓ પછીના ભાવમાં મહારાજા સંપ્રતિ બન્યા અને પ્રભુના શાસનની આદર્શ પ્રભાવના કરી શકયા. ઘણાં કહેતા હોય છે કે મહાવ્રતો પાળવા છે તો મનથી પાળવાના. તેમાં ઘર છોડવાની-વેષ લેવાની શી જરૂર છે? શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું ઉદાહરણ આંખ ઉઘાડી દે તેવું છે. વાત તો બહુ જાણીતી છે. સભા સાહેબ! છતાં કહો ને.અમારી યાદશકિતની તો આપને ખબર છે ને? પ્રસન્ન ચન્દ્રજીના પિતા સોમચન્દ્રજીનો આ પ્રસંગ છે. તેમના જીવનમાં માથાના વાળ કેવો મહત્ત્વનો ભાગ ભજવ્યો. એકાંતમાં તેમના રાણી સોમચન્દ્ર રાજાના વાળ સમારે છે તેમાં તેમને રમૂજ કરવાનું મન થયું. રાજાને કહ્યું કે દૂત આવ્યો. રાજા જોવા માટે ઊભા થઈ ગયા. ઝરૂખે જોવા લાગ્યા. રાણી હસ્યા અને સફેદ વાળની વાત કરી ! આ યમરાજાનો દૂત આવ્યો છે. રાજા ચોંકી ઉઠયા. મનમાં ઉચાટ થયો. રાણીને કહ્યું કે મારા બધા પૂર્વજો સફેદવાળ આવે તેની પહેલા જ ઘર છોડીને સાધુ થયા અને હું તો પ્રિયે ! પતિવાપિ | સફેદ વાળ આવી ગયા છતાં ઘરમાં છું. દીકરો સાવ નાનો હતો તેને મૂકીને નીકળી ગયા. ૫૮ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130