Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 67
________________ તેહના ગુણ પૂરણ કીધો તાસ વચન સંકેતે જી તિણે વળી સમકિતદ્રષ્ટિ જે નર તેહ તણે હિત હેતે જી.’ વિ.સં. ૧૭૩૮માં ઉપાધ્યાય વિનયવિજયજી રાંદેર ચોમાસુ હતા. ત્યારે આ રાસની રચના શરુ કરી હતી. ૭૫૦ ગાથા રચી તેઓ દેવલોકે પહોંચ્યા. પછી ઉપાધ્યાયજી મહારાજે બાકીનો આ રાસ પૂર્ણ કર્યો. શ્રી જૈન સંઘને સમકાલીન બે સમર્થ પુરુષોની સહિયારી એક કૃતિની યાદગાર ભેટ મળી. આજે પણ દર ઓળીમાં આ રાસ ગામેગામ ગવાય છે. ભાગ થાકતો નવપદનાં પ્રવચનો જુઓ સમય થઇ ગયો છે. હજી આપણે આપણા શાસનનાં મહાન જયોતિર્ધરનો જીવન પરિચય બાકી છે. બોલો ચલાવીએ કે આવતી કાલ ઉપર રાખીએ. ૪૫ ગાવે છે ગોરી મિલી મિલી થોકે થોકે જી સભા ઃ સાહેબ ચલાવો અહીં બીજું શું કામ છે ? આયંબિલ મોડેથી કરીશું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એક સમર્થ પુરુષ થઇ ગયા. તમે બધા આ મહાપુરુષને સંસ્કૃત ગ્રંથોના કારણે નહિ પણ ‘જગજીવન જગવાલહો' કે 'ગિરુઆ રે ગુણ તુમતણા' એ સ્તવનોના કારણે જાણો જ છો. આ પૂજય પુરુષની જન્મભૂમિ ગુજરાત છે. ’ગુજજરધર મંડણ અ છે જી નામે કનોડુ વર ગામ તિહાં વસે વ્યવહારિયોજી, નારાયણ એહવે નામ.' મહેસાણા જિલ્લામાં મોઢેરા પાસે ગાંભૂ તીર્થ છે. ત્યાં ગંભીરા પાર્શ્વનાથ ભગવાન છે. ત્યાંથી ૬ કિ.મી. કનોડું ગામ છે. આ ગામમાં હાલ કોઇ જૈનના ઘર નથી. માત્ર બ્રાહ્મણ-પટેલની વસતિ છે. હમણાં ત્યાં પૂજય ઉપાધ્યાયજી મહારાજનું સ્મારક રચવામાં આવ્યું છે. જંગમતીર્થ જેવા મહાપુરુષની જન્મભૂમિ પણ તીર્થ કહેવાય. તેની સ્પર્શનાથી જ્ઞાનાદિનો લાભ થાય. તે તરફ યાત્રા કરવા જાવ તો ખ્યાલ રાખજો. એ કનોડું ગામને હાલ કનોડા કહે છે. તેમના પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સૌભાગ્યદેવી. તેમને બે દીકરા. મોટા દીકરાનું નામ પદમસિંહ અને નાના દીકરાનું નામ જસવંત. વયે નાના પણ બુદ્ધિમાં આગળ. ‘લઘુ પણ બુદ્ધે આગળો જી, નામે કુંવર જસવંત’ ’સંવત સોલ અઠયાસીએ જી રહી કુણગેર ચોમાસ શ્રી નયવિજય પંડિતવરુજી, આવ્યા કનોડે ઉલ્લાસ.’ વિ.સં. ૧૯૮૮માં પંડિત શ્રી નયવિજયજી મહારાજ પાટણ પાસેના કુણગેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130