________________
નવપદનાં પ્રવચનો સાંભરે. ઘરે કદી કંટાળો ન આવે. હવે વિચારો – અત્યારે જયાં તમે રહો છો તે તમારું ઘર છે? તમારું ઘર ક્યારે કહેવાય ? જયારે તમને તેમાંથી કોઈપણ ક્યારેપણ કાઢી ન શકે.
એક ચિત્રકાર હતો. બહુ જ સુંદર ચિત્રો કરતો. તેની પીંછીમાં એવો જાદુ હતો કે કાગળ ઉપર તેનો લસરકો થાય અને માણસ હમણાં બોલશે તેમ લાગે. મોર હમણાં કળા કરશે તેમ લાગે. એની ઘરવખરી બહુ ઓછી. કાગળનો વીંટો-થોડી પીંછી, થોડાં રંગ-ગોદડી અને એક લોટો. કોઈ ઝાડની છાયામાં બેસી મનમોજથી ચિત્રો કરે.
ચિત્ર દોરતો હોય ત્યારે રસ્તે જનારા બધા જોવા ટોળે મળી જાય. એકવાર એ ટોળામાં ત્યાંનો રાજા ભળ્યો. તેણે પણ ચિતારાની કળાની પ્રસંશા ખૂબ સાંભળી હતી. એટલે તે ત્યાં જોવા લાગ્યો. જોઈને તેનો કળાપ્રેમ પુલકિત થયો. ચિત્ર પૂરું થયું એટલે રાજાએ પોતાનો પરિચય આપ્યો અને વિનતિ કરીઃ આમ રસ્તાના કાંઠે ઝાડની નીચે ઉભડક રહો છો તેના કરતાં મારા મહેલમાં આવો તમને બધી સગવડ આપું. મઝાથી ખાવાનું – પીવાનું – પહેરવાનું – ઓઢવાનું આપું. હા, એક શરત ખરી – મારા મનમાં આવે તે દિવસે તમને વિદાયગીરી આપું અને તે જ ક્ષણે તમારે ચાલ્યા જવાનું. જોનારા દરેકે પણ દરમ્યાનગીરી કરીને ચિતારાને મહેલમાં રહેવા જવા આગ્રહ કર્યો, અને ચિતારો ગયો.
કયારેય ન જોઈ હોય તેવી બધી સગવડો મળે છે. મઝાથી રહે છે. ચિત્રો કરે છે. પણ કયારેક કયારેક ચીતરવાનું ચાલતું હોય અને તેની પીંછી થંભી જતી. તે વિચારે ચઢી જતો. રાજા કાઢી તો નહીં મૂકે ને ! કયાં સુધી રાખશે ! કયારેક તો રાજાના રસોઇયાએ બનાવેલી ષટુ રસ ભોજનની થાળીનો કોળીયો પણ હાથમાં અટકી જતો અને અંતે એકવાર રાત્રે જ પોતે લાવેલો કાગળનો વિટો, પછી ને ગોદડી લઈને તેણે મહેલ છોડી દીધો.
તેનું મન સતત ફફડતું. કયારે રાજા કાઢી મૂકશે એ ડર એને મૂંઝવતો હતો. તેથી ખાવા-પીવામાં કે ચિત્ર કરવામાં તેનું મન લાગતું નહીં. એટલે એક રાત્રે તેણે નિશ્ચય કરી લીધો કે રાજા મને કાઢે તે પહેલાં હું જ નીકળી જઉં ! આવું ચંચળ અને અનિશ્ચિત જીવન જીવવામાં મઝા કેમ આવે!
બસ ! આવું જ આપણું છે. આ આપણું ઘર નથી એટલે ગમે ત્યારે યમરાજા આપણને અહીંથી કાઢી મૂકે. પછી તમારા પોતાના જ ઘરના માણસો તમે બનાવેલું, તમે જેને તમારું કહો છો તેવા ઘરમાંથી તમને કાઢશે. કાઢો રે
૧૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org