________________
નવપદનાં પ્રવચનો
એટલે આપણે આજે ઉપાધ્યાય પદની આરાધના કરતી વખતે તેઓએ જે શ્રુતજ્ઞાનનું ધારણ-રક્ષણ-પોષણ અને સંવર્ધન કર્યું છે તે ગુણને જ કેન્દ્રમાં રાખવાનો છે. આ ગુણ તેઓએ સિદ્ધ કર્યો છે તો તેનો વિનિયોગ આપણામાં થાય તેવો આશય રાખવાનો છે. તેઓની આ જ્ઞાનદાનની શકિત-લબ્ધિ અલૌકિક હોય છે. પાષાપિ પીયૂષ ચન્દ્રતે થી ઢીયા પથ્થર જેવી જડમતિવાળા શિષ્યને પણ તેઓ શક્તિપાત કરવા દ્વારા ઉત્તમ પ્રજ્ઞાશીલ બનાવે છે. એમને માટે એમ કહેવાય છે કે “પાષાણને પલ્લવ જેહ આણે.” શાસ્ત્રમાં પ્રસંગ આવે છે કે જ્ઞાનાવરણીય કર્મના અતિનિબિડ ઉદયવાળા આત્માને પણ જો શ્રી વલ્વામીજી પાઠ આપે તો તેને તુર્ત આવડે. જે પાઠ કિંઠસ્થ કરતાં પંદર દિવસ થતાં તે પાઠ માત્ર શ્રી વજસ્વામીજી મહારાજના મુખથી લેવાના કારણે એક ઘડીમાં કંઠે થઈ જતો. આવી લબ્ધિ તેઓમાં હોય છે. એ જ શકિત તેઓના નામમાં પણ સંક્રાન્ત થયેલી અનુભવાય છે. કારણકે તેઓનું જીવન-શ્વાસોચ્છવાસ આ શ્રુતપાસનામાં જ ઓતપ્રોત હોય છે.'
તપ સજઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે.” તેઓ શ્રી આચારાંગસૂત્ર આદિ આગમગ્રન્થોના ભણનાર કે ભણાવનાર જ નથી પણ તેના ધ્યાતા છે. ધ્યાન ઘરે તેને ધ્યાતા કહેવાય. ધ્યાન ધરવું એટલે તન્મય, તદાકાર, તતૂપ થઈ જવું. એક-એક અક્ષર-પદ અને પદસમૂહના અર્થ, તાત્પર્ય અને આગળ વધીને ઔદંપર્યાર્થ સુધી તેઓ પહોંચ્યા હોય છે. તેઓનું જ્ઞાન શ્રુતજ્ઞાન--અને ચિંતાજ્ઞાનથી પણ આગળ વધીને ભાવનાજ્ઞાનની કક્ષાનું હોય છે. તેઓનું ચિત્ત જ્ઞાનમાં નિરન્તર રમમાણ હોય છે. બીજી બધી બાહ્યપ્રવૃત્તિ કરતી વખતે પણ તેઓનું મન તો આ શાસ્ત્રના પદાર્થોના ચિંતનમાં-અનુપ્રેક્ષામાં જ લીન રહે.
“સારણાદિક ગચ્છમાંહિ કરતાં પણ રમતાં નિજ ઘર હો, રંગીલે જીઉરા તું તો પાઠક પદ મન ઘર હો'
આવા ઉપાધ્યાયજી મહારાજ કર્મ ખપાવવા માટે એવા-એવા આભિગ્રહ કરે કે સાંભળીને આપણા મનમાં બહુમાન જાગ્યા વિના ન રહે.
આપણા તપાગચ્છમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં સંખ્યાબંધ ઉપાધ્યાયજી મહારાજ થયા છે. તેમાં પહેલું નામ ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રજી મહારાજનું આવે છે. આ મહાપુરુષનું નામ તો તમે સાંભળ્યું હશે?
સભા: હાજી, તેઓની રચેલી સત્તરભેદી પૂજા અમે ભણાવીએ છીએ. હા, બસ એ જ આ મહાપુરુષ છે. આજે જે કંઈ અંજનશલાકા-પ્રતિષ્ઠા
૩૯ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org