________________
પ્રવચન: ૪
રચના ચાલુ રહેલી. સ્તવન-સજઝાય-પદ તો રમતાં-રમતાં રચાતાં હતાં. તેઓની શબ્દ પસંદગી સરળ, લોકજીભે જલ્દી ચઢે તેવી અને સાંભળતા કે ગાતા યાદ રહી જાય તેવી હતી. તેથી સંઘમાં તેમની રચનાનું ખૂબ આકર્ષણ રહેતું. સંઘ નવી-નવી રચના માટેની પ્રાર્થના કરતો અને તેઓ પણ તે માંગણીને અનુરૂપ રચના કરતાં. વિ.સં. ૧૭૩૮ ની વાત છે. એક વખત સંઘે ભેગા થઇને કહ્યું કે આ શાશ્વતી ઓળીના દિવસોમાં શ્રીપાળ અને મયણાના જીવન ચરિત્રનો એક રાસ રચી આપો. અમે દર છ મહિને તેનું ગાન કરીશું, આપને યાદ કરીશું. સંઘની અત્યારસુધીની ઘણી માંગણીઓ તેઓએ સંતોષી હતી. શકય હોય ત્યાં સુધી સજજન પુરુષો બીજાની પ્રાર્થનાનો ભંગ નથી કરતાં. એટલે તેઓ સંઘની પ્રાર્થના સાંભળીને વિચારમાં પડયા. શરીરને ઘસારો પડયો હતો. આયુષ્યની મર્યાદા ટુંકી લાગતી હતી. નિર્મળ અન્તઃકરણના કારણે આવું ભાસતું હોય છે. આજસુધી જે કોઇ રચના આદરી હતી તે બધી પૂર્ણ થઇ હતી અને તેથી જ તેઓના મનમાં હતું કે આજસુધી મારી કોઇ રચના અધુરી નથી રહી પૂર્ણજ થઇ છે. તો આ રચના પણ પૂર્ણ થાય તેમ લાગે તો જ શરુ કરું. પોતાને રાસ શરુ કર્યા પછી પૂર્ણ થશે કે કેમ ? તે શંકા હતી. એટલે રાસ-રચના શરુ કરવા મન ન હતું. બીજી બાજુ સંઘનો એવો ભાવ કે ના પાડવાનું પણ મન ન થાય. આમ મન દ્વધામાં હતું. ત્યાં તેમને એકાએક સૂઝી આવ્યું. સંઘ જયારે ફરી-ફરીને આગ્રહ કરવા આવ્યો ત્યારે તેમણે કહ્યું, જો રચતા અધૂરો રહેલો રાસ ઉપાધ્યાય યશોવિજયજી પૂર્ણ કરવાનું વચન આપે તો હું રાસ રચવાની શરુઆત કરું ! સંઘ તો રાજી-રાજી થઇ ગયો. રાસ રચવાની હા તો પાડી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને વિનતી કરીશું તો તેઓ જરૂર સ્વીકારશે. સંઘની સાથે સાધુસંસ્થાનો કેવો અંતરંગ સંબંધ હશે ! કેવો વિશ્વાસ હશે. વિનયવિજયજી મહારાજના મનમાં એમ કે મોટા-મોટા શાસ્ત્રોની રચનામાં નિરંતર ડૂબેલા રહેતા યશોવિજયજી આવા ગૂજરાતી રાસની રચનાનો સ્વીકાર નહીં કરે અને મારે ના કહેવી નહીં પડે પણ બન્યું એથી જુદું જ.
રાંદેરનો સંઘ જયારે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પાસે ગયો અને બહુમાનપૂર્વક વિનંતી કરી કે જો આપ અધૂરો રાસ પૂર્ણ કરવાનું વચન આપો તો શ્રી વિનયવિજયજી મહારાજ શ્રીપાળરાસના મંડાણ કરે. તો આપના નિમિત્તે શ્રી સંઘને એક યાદગાર રાસ મળે. પૂજય ઉપાધ્યાયજીએ શ્રી સંઘ પ્રત્યેની કૃપાથી અને વિનયવિજયજી મહારાજ પ્રત્યેના સ્નેહથી એ વિનતિનો
Jain Education International
For Private & Personal Use Only
૪૨
www.jainelibrary.org