________________
નવપદનાં પ્રવચનો રાત્રિરોકાણ થઈ જાય તો બીજે દિવસે ટૂંકું પડે. બધા તો નહીં પણ પૂજયશ્રી ને સાથે પાંચેક ઠાણાએ સાંજે ફેદરા ને ખડોળની વચ્ચે પાંચતલાવડા નામે જગ્યા છે ત્યાં રાવટી નાંખીને મુકામ કરવો એમ નકકી થયું. વિહાર થયો. પૂજયશ્રી તે વખતે પણ પાદવિહાર કરતાં હતાં. સ્થાને પહોંચ્યાં. નજીકના ખેતરના ખેડૂતે કહ્યું કે, આટલામાં વીંછીનો ઉપદ્રવ છે. ગરમીના કારણે રાત્રે નીકળે છે. સંધ્યા સમયે જ પૂજયશ્રીએ રાવટી ફરતાં ધૂળ-માટીની ઢગલીની પાળ કરાવી અને સાધુઓને કહ્યું કે રાત્રે આ પાળ ઓળંગશો નહીં. જો જો આ મહાપુરુષના વચનનો પ્રભાવ. તેઓનું નામ મંત્રસ્વરૂપ છે. આ બધા વચનસિદ્ધ પુરુષ કહેવાય. હવે રાત્રે એવું બન્યું કે કયાંકથી કાળા-કાળા વાદળો આકાશમાં ભેગા થઈ ગયા. બધાને થયું કે આ વીજળી, આ ગર્જારવ... અને આપણે તો કપડાની રાવટીમાં છીએ, થોડાં છાંટા આવ્યા. ફરફર આવી. રાત્રે મોડેથી એક સાધુ માત્રુ કરવા રાવટી બહાર ગયા. ધૂળની પાળની પેલીબાજુ પગ મૂક્યો અને સાચે જ વીંછીએ ડંખ દીધો. પછી તો તે ડંખ ઉતાર્યો. સવાર પડી. પૂજયશ્રી સૂર્યોદય લગભગ વિહાર કરતાં. વિહાર શરુ કર્યો ત્યારે અચરજ થયું. પ૦/૧OO ડગલા પછી ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાયેલાં. જમીન પોચી-પોચી થઈ ગયેલી. બધાને વિચાર તો એ આવ્યો કે આ શું ! રાવટીની બહાર ૫0/૧૦૦ ડગલે આટલું બધું પાણી અને રાવટીમાં માત્ર ફરફર. બાકી ફરતાં બધા ખેતરમાં પાણી ભરાયેલા જોયાં. બોલો, આને શું કહેશો ? બ્રહ્મચર્યવ્રતના પ્રભાવમાં આવે છે કે મંત્ર ફળે જગ જસ વધે, દેવ કરે સાનિધ્ય.” મમરી: રિયન્ત દેવો પણ સેવક થઈને સેવા કરે.
આવા શકિતધર આચાર્ય મહારાજ હોય છે. તેઓની આરાધના કરવાની છે. ઉપકારી પ્રત્યે જેટલો અનુરાગ-બહુમાન અને સમર્પણભાવ વધે તેટલી તેઓની ગુણસંપત્તિ આપણને મળે. તેમનો અનુગ્રહ મળે. વર્તમાનકાળે પણ આવા જ સૂરિ ભગવંતો શાસનપ્રભાવક થઇને શાસનધુરાને વહન કરી રહ્યા છે. પૂજયપાદ આનંદસાગરજી મહારાજ, શ્રી વલ્લભસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજી મહારાજ આ બધા એવા જ પ્રભાવક આચારધર પુરુષો ગણાય અને હજી પણ પાંચમા આરાના છેડા સુધી યાવત્ શ્રી દુપ્પસહસૂરિજી મહારાજ સુધી આ જ આચાર્ય-ભગવંતોથી શાસન ચાલવાનું છે. અંજનશલાકા કરવા દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરવાનો અધિકાર માત્ર આચાર્યમહારાજશ્રીનો જ હોય છે.
આવા આચાર્યપદની આરાધના કર્યા પછી પ્રભુશાસનમાં જેઓનું યુવરાજ જેવું સ્થાન છે તે શ્રી ઉપાધ્યાયજી મહારાજનો ઉપકાર અને ઉપાધ્યાયપદનું સ્વરૂપ કેવું છે તે અવસરે કહેવાશે.
અગ્રે અધિકાર વર્તમાન જોગ.
૩૪ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only