________________
નવપદનાં પ્રવચનો આપણા મનમાં તેનો ઉપકાર બરાબર વસી જાય તો આપણે પણ આપણી પ્રિય લાગતી ચીજ તેના ચરણે ધરી દઈએ. તેમણે ધર્મ સ્થાપીને શું નથી આપ્યું? બધું જ આપ્યું ઘણાં જ ઉપકારો કર્યા છે. આ અરિહંતના અનંત ઉપકારનો સ્વીકાર કરવો તે જ સાચી આરાધનાની શરૂઆત છે.
આરાધના બે પ્રકારની છે. (૧) દ્રવ્ય આરાધના (૨) ભાવ આરાધના.
દ્રવ્ય આરાધનાને ભાવ આરાધનાનું નિમિત્ત બનાવવું જોઈએ. માનવમાં માન કષાય અધિક છે. તેથી તે કોઇનો ઉપકાર માનતા અચકાય છે. એને એમ લાગે છે કે એમાં શું ઉપકાર કર્યો? જો વિચારીએ તો પવન, વૃક્ષો વગેરે દરેકનો પણ આપણા ઉપર ઉપકાર છે. તે રીતે સકલકર્મના ક્ષયનાં માર્ગનું દર્શન અરિહંતે કરાવ્યું અને માર્ગ દર્શાવીને - આ જ્ઞાન - દર્શન - ચારિત્રરૂપ ધર્મ આપીને પ્રભુએ સઘળું આપી દીધું છે. આ સંસારના સકલ પદાર્થ તેના દ્વારા જ મળે છે. જેમ દૂધ મળે તો દહીં - ઘી બધું જ મળે તેમ.
અરિહંત ભગવાનના ઉપકારને માનવો તે ભાવ આરાધના.
ચંદ્ર, સૂર્ય, તારા, સમુદ્ર અને ઋતુ વગેરેનું સંચાલન સમયસર ચાલે છે તેનું કારણ ધર્મ છે. માટે તેનો પણ ઉપકાર... ! માતા, પિતા, ભાઈ વગેરેનો ઉપકાર અને દેવ, ગુરુ, ધર્મ વગેરેનો ઉપકાર માનતા દૃષ્ટિ તો એવી બની જાય કે ગજસુકુમાલ સ્મશાનમાં માથા ઉપર સગડી મૂકનાર સસરાનો પણ ઉપકાર માને, કે મારા કર્મ ખપાવવામાં આ કેવું સુંદર નિમિત્ત મળ્યું? તે રીતે અંધકમુનિ પોતાની જીવતી ચામડી ઉતરડાવનાર રાજાનો ઉપકાર માને છે, આ રીતે તેઓ અપકારીનો ઉપકાર માને તો, આપણે તો વાસ્તવિક ઉપકાર કરનારાઓનો ઉપકાર માનવાનો છે.
કેટલા બધા લોકો તમારા માટે કામ કરી રહ્યા છે. કેટલા લોકોના શ્રમના ભોગે તમારો એક દિવસ સારો જાય છે. “પરસ્પરોપગ્રહો જીવાનામ્” -- જીવોનો પરસ્પર ઉપકાર થતો હોય છે. દૂધ, પાણી, લાઇટ સમયસર મળે. રસોઈ વગેરે કરી આપે, ત્યારે તમારો દિવસ સારો જાય. દેરાસરમાં પણ પાણી લાવી આપે. કેસર ઘસી આપે તો તમે પૂજા કરી શકો છો. કેટલા લોકો તમારી સેવા કરે છે. તેના ઉપકારના સ્વીકારની તૈયારી ખરી ? આવા દેખીતા ઉપકારોનો સ્વીકાર થાય તો પછી પ્રભુના સૂમ ઉપકારનો સ્વીકાર કરી શકાય, ઉપકાર સ્વીકારવાનો અને ઉપકાર કરવાની એક પણ તક જતી નહીં કરવાની, જયું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે.
અવસર બેર બેર નહિ આવે"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org