Book Title: Navpada Prakash Part 2 Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન અનંત ઉપકારી શ્રી જૈનશાસનમાં પરમ મંગળમય શ્રી અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ, અને દર્શન-જ્ઞાનચારિત્ર-તપ આ નવપદનો અપરંપાર મહિમા છે. નીચેની કક્ષાથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી પહોંચેલા તમામ સાધક આત્માઓ માટે શ્રી નવપદની મન-વચન-કાયાથી આરાધના, ઉપાસના અને આલંબન એ પરમ કલ્યાણ કરનારા બને છે. શ્રી નવપદની આરાધના એ જ શ્રી જૈનશાસનનો સાર અને સૂર છે, એના વિના મુકિત લભ્ય નથી. વાચક-શિરોમણિ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે રચેલી શ્રી નવપદજીની પૂજામાં જૈનશાસનનાં સારભૂત આ નવપદનાં અનેક માર્મિક અને મહત્વપૂર્ણ રહસ્યો છુપાયેલાં પડયાં છે. એનો આસ્વાદ સામાન્ય પણ ભવ્યાત્માઓને સુગમતાએ પ્રાપ્ત થાય એ હેતુથી દર્શનશાસ્ત્રનિપુણમતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના શિષ્યવર્ગ સમક્ષ વિ. સં. ૨૦૩માં મહા સુદ ૬ના દિવસે દાદર મુકામે “શ્રી નવપદની પૂજામાં રહસ્યભાવો આ વિષય પર અર્થ-ગંભીર વાચનાઓ આપવાનો શુભ પ્રારંભ કર્યો. મુખ્યત્વે પૂ. સાધુમહાત્માઓને ઉદ્દેશીને અપાઈ રહેલી વાચનામાં પ્રાતઃકાળે છ વાગે શ્રાવકવર્ગ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઇ વ્યાખ્યાન જેવી સભા થવા માંડી. આશ્ચર્ય એ હતું કે યુવાન વર્ગ પણ એટલી વહેલી સવારે વાચનામાં ઉપસ્થિત થતો ! અને એ રીતે શેષકાળના વિહારમાં દાદર – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 146