________________
૪૦ નવાવર્ગ સાધુતાનું દિગદર્શન UR પૂરાવારૂપે “પર્વતિથિનિર્ણય” ગ્રંથ કે–જેમાં શાસનના આધારસ્થભેના પત્ર-અભિપ્રાય વિગેરે પણ પ્રસિદ્ધ થયેલ છે અને શાસ્ત્ર અને પરંપરાના આધારે પણ આપેલા છે, તેમજ વૈદને ફેડવાના પુરાવાઓ પણ બહાર પાડેલા છે. એટલે એ પુસ્તક દ્વારા તે આપે ખુબ ખુબ શાસનસેવા અથવા તો કહે કેઆપે આપની પવિત્ર ફરજ બજાવી છે. એ દળદાર ગ્રંથને મેં અનેકવાર વાંચે છે, છતાં પણ વારંવાર વાંચવાનું મન થયા કરે છે ! એટલે એને લગતી હકીકતો પણ આપને આ પુસ્તકમાં જે રજુ કરી છે તે એગ્ય જ કર્યું છે.
અને છેલ્લે–વિવેકદર્શન' બહાર પાડનારમાં સાધુપણું તો કયાંથી હોય? પણ ભદ્રિક શ્રાવકમાંથી પણ નીચે ગયેલ જણાય છે. નહીં તો આટલા બધા જુઠાણું તે શા માટે છપાવે?
તપાગચ્છભક્ષક શ્રી સાગરજી મહારાજને કહેવાવાળાને ખબર નથી લાગતી કે- શ્રી રામસૂરિજી અને જમૂવિજયજી સાધુગુણભક્ષક જ છે. નહી તો પાયારૂપ પાંચ મહાવ્રતના પાલનમાં શા માટે બેદરકારી દાખવે? શા માટે જાણીબુઝીને મહાવ્રતનું ખંડન કરે ?
શ્રી જંબુવિજયજીનું વઢવાણનું એક વ્યાખ્યાન પણ યાદ આવે છે. તેમણે કહેલું કે– “તમે બધા સાતે ય વ્યસનેમાંથી છ વ્યસને તો સેવે છે? જુઓ–શિકાર તો જાણે દુકાને બેઠા હો ત્યારથી જ શોધવામાં મશગુલ હે છે, એટલે
કે હમણાં કેઈક આવે અને એને છેતરું: પછી ચેરી તો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com