________________
સંસારના દરેક સુખ દુઃખથી મિશ્રિત છે. કોઇએ ખાવાનું સુખ માન્યું. ખાવામાં સુખ છે. પણ ક્યારે ? ભૂખ લાગી હોય ત્યારે, નહિ તો નહિ. લાડુ ખાધો હોય ને ભેટ ભરાઈ ગયું હોય, પછી કોઈ દૂધપાક આપે તો ખવાશે ? નહિ ખવાય. કારણ ત્યારે ભૂખ નથી. તો પહેલાં ભૂખ લાગે, ક્યારે ઘરે જાઉં ને ક્યારે ખાઉં ? એમ સુધાનું દુ:ખ સહન કરે, પછી પણ મળમૂત્ર જવાની ચિંતા, તાવ આવે, માંદા પડીએ, અને કદાચ મરી જઈએ તો ય દુ:ખ ને દુઃખ જ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org