________________
છઠ્ઠા ગુણઠાણે આર્તધ્યાનની મુખ્યતા છે. કારણ કે- ત્યાં હજી કષાયો અને નોકષાયો પણ પડયાં છે. ત્યાં ક્રોધ છે, માન છે, માયા છે, ને લોભ છે. હાસ્ય છે, રાગ ને દ્વેષ છે, પુરુષવેદ વગેરે વેદ પણ છે. એને લઇને ત્યાં આર્તધ્યાનની મુખ્યતા છે. અને આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિય ને સંસ્થાનવિચયરૂપ જે ધર્મધ્યાન, તેની ત્યાં ગૌણતા છે. એટલે એને પણ સંયમરૂપ આલંબનની જરૂર છે.
ત્યારે ગૃહસ્થો કહે કે અમારે સંયમની શી જરૂર છે ? આલંબનની શી જરૂર છે. ? મારે આવશ્યકક્રિયાની જરૂ૨ નથી. હું તો શુદ્ધ જ્ઞાન જ ભણીશ.’ તો ત્યાં કહેવું જોઇએ કેઆવાં મુનિને પણ જો આલંબનની જરૂર હોય છે, તો તું તો ગૃહસ્થ છે. તારે એની પહેલી જરૂર હોય, એક્લાં નિશ્ચયની વાત કરીશ તો નહિ ચાલે. ૭૧
૯૨
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org