________________
સારાં રૂપ મળે, ત્યાં આંખ દોડે. સારાં શબ્દ સાંભળે તો કાન દોડે. સારી ગંધ મળે ત્યાં નાક ફફડાટ કરે. સારાં સ્પર્શ મળે તો શરીર ત્યાં જાય. સારાં રસ મળે તો જીભ લોલુપતા કરે. કારણ કે-વિકારી ઇન્દ્રિયો છે. પણ જ્યારે તમે ઉપવાસ ક૨શો, છઠ્ઠ કે અઠ્ઠમ કરશો, કે એવી બીજી તપશ્ચર્યા કરશો ત્યારે તમારી ઇન્દ્રિયો શિથિલ થશે, વિષયોની અભિલાષા ઓછી થઇ જશે. અને ત્યારે તમને થશે કે ‘નવરાં બેસી રહેવા કરતાં ચાલો, વ્યાખ્યાનમાં જઇએ' એમ તમારાં વિષયો દૂર થશે. માટે જ તપશ્ચર્યા એ મોક્ષની વાનગી છે. ૮૪
૧૦૬
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org