________________
મનુસ્મૃતિના પ્રણેતા મનુએ ચાર આશ્રમ કીધાં છે. પહેલો બ્રહ્મચર્યાશ્રમ. એ “સરવાળા' જેવો છે. કારણ એ આશ્રમમાં અભ્યાસ -વિદ્યા વધતી જ જાય છે. બેવડાતાં જાય છે.
બીજો ગૃહસ્થાશ્રમ છે એ “બાદબાકી” જેવો છે. એમાં ઓછું થતું જાય. જંજાળને કારણે અભ્યાસ ઘટતો જાય.
ત્રીજો ‘વાનપ્રસ્થાશ્રમ' છે. એ “ગુણાકાર’ જેવો છે. કેમકેબ્રહ્મચર્યાશ્રમમાં પડેલા સંસ્કારોને લીધે પરમાર્થવૃત્તિ વગેરે સદ્ગણોની એમાં વૃદ્ધિ થતી હોય છે.
અને ચોથો સંન્યાસાશ્રમ છે. તે ભાગાકાર જેવો છે. પહેલાંના ત્રણે આશ્રમમાં મેળવેલાં અનુભવેલા ત્યાગ, વિવેક, સંતોષ વગેરે ગુણો અને મોહ-માયા વગેરે અવગુણોનો આ આશ્રમમાં વિભાગ પડશે. અવગુણો ઉપર મીંડાં મૂકાશે, ને ગુણો સ્થિર થશે. ૯૫
૧૧૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org