________________
જેના હૃદયમાં શુદ્ધ વ્યવહાર નય રમી રહ્યો છે, અને જે શુદ્ધ ક્રિયાકાંડ, તપ-જપ, વ્રત-નિયમ નિર્દોષપણે કરી રહ્યો છે, એને શુદ્ધ નિશ્ચયનય પરિણમે છે. જેમ આ લૂગડું આ વસ્ત્ર-કાળું મેશ થઈ ગયું હોય, મેલું થઈ ગયું હોય, ને એને રંગ લગાડો, તો એ રંગાય ખરું? નહિ જ રંગાય પણ એનો મેલ ધોઈ નાખો, અને સાફ કરો, તો એ તરત રંગાય. એમ મલિનતા દૂર થશે, ત્યારે જ નિશ્ચયનય મળશે. માટે જ્ઞાની ભગવંતોએ કીધું છે કે “નિશ્ચયનયની વાતો ન કરીશ. પણ જ્યારે તારો પરિપાક થશે, ત્યારે એ આપો આપ તને મળી જશે. ૭૩
Jain Education International
૯૪ For Private & Personal Use Only
www.jainelibrary.org