________________
જિનકલ્પની વાતો કરનારાં કહે છે-“અત્યારે પણ જિનકલ્પ છે. નથી એમ ન કહેવાય. એમ કહેવામાં આપણી ખામી છે, પણ આ બધી વાતો જગતને છેતરવાની છે. પોતાના પંથનો પ્રચાર કરવાની ને એને પ્રકાશમાં લાવવાની આ વાતો છે. એના કહેવાથી અમે એ વાત માની ન લઇએ. એને તો “અત્યારે પણ જિનલ્પ છે, યથાલંદક છે, ને પરિહારવિશુદ્ધિ છે,' એમ કહીને તીર્થકરોએ, ગણધર ભગવંતોએ ને પૂર્વધર મહારાજાઓએ રચેલાં શાસ્ત્રોને ખોટાં કહેવડાવવાં છે. એ કહેવાનો મોખ અમારે નથી. અમે એવાં હૈયાફૂટ્યાં નથી. અને એની વાતોને સારી કહીએ તો આપણે સમક્તિ પણ હારી જઇએ. ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org