________________
જેમાં નહિ ક્રિયાકાંડ, નહિ પ્રભુપૂજા, નહિ વ્રત, નહિ નિયમ, એવાં એકલાં નિશ્ચયની વાતો કરનારા તો દુનિયામાં ઘણાં છે. પણ એમના ઊંડાણમાં જોશો તો કાંઈ નહિ હોય. એ તો કહેશે કે “આ જગમાં ચારિત્ર જ ક્યાં છે ? શુદ્ધ-ઉત્કૃષ્ટ ચારિત્ર છે જ નહિ. માટે આ બધી ક્રિયાઓ શું કરવા કરવી જોઇએ ? આ બધું ખોટું છે.' આવી ભાવના પણ આપણને ન થવી જોઈએ. આવો વિચાર પણ આપણે ન કરવો જોઇએ. ૬૮
૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org