________________
યાજ્ઞવલ્કય નામના એક મોટાં ઋષિ થઇ ગયા એમણે પોતાની પત્ની મૈત્રેયીને કલિકાલનું વર્ણન કરતાં કહ્યું છે કે : હે મૈત્રેય ! યાદ રાખજે કે
આ કલિકાલ ભયંકર આવવાનો છે. એકલો ભયંકર આવશે તો તો વાંધો નથી. પણ એમાં લોકો કેવાં થશે ? બધાં વિદ્વાન હશે ને પંડિત હશે. પણ કેવળ બ્રહ્મની વાતો કરનારાં જ થશે. પણ હે મૈત્રેય ! એમાં કોઈ સદાચારવાળાં નહિ હોય. ઉત્તમ આચાર, વિચાર ને આવશ્યક ક્રિયાઓ કરનારા કોઈ નહિ હોય. એ તો કહેશે કે “આ બધું શા માટે કરવું પડે? આત્માને દુ:ખ-કષ્ટ આપવાનું કોણે કીધું? મનને આનંદમાં રાખવું. પછી ગમે તે કામ કરીને આનંદ મળતો હોય. અનાચાર કરો, અભક્ષ્યને ભસ્મ કરો, અકર્તવ્યને કર્તવ્ય કરો, તો ય વાંધો નથી. પણ મનને
૮૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org