________________
લક્ષ્મીનું સુખ માન્યું. પણ એમાં કેટલાં દુઃખ છે ? પહેલા તો એને મેળવવાનું દુઃખ. કેટલાં ય પ્રપંચ કરો, માયા કરો, અઢારે પાપસ્થાનક સેવો, ત્યારે માંડ એ લક્ષ્મી મળે છે. તડકો, ટાઢ ને વરસાદ એવું તો કેટલું ય સહન કરે, ત્યારે લક્ષ્મી મળે. આમ લક્ષ્મી મેળવવામાં દુઃખ. મળ્યાં પછી એને સાચવવાનું દુઃખ. કોઈ રાજા લઈ જાય, કોઈ લુંટી જાય, કોઈ ખાઈ જાય, કદાચ લક્ષ્મી નાશ પામે તો ય દુ:ખ, તું લક્ષ્મીને મૂકીને મરી જાય તો ય દુઃખ. હાય હાય, આટલી લક્ષ્મીને છોડીને જવું પડશે? અને કદાચ લક્ષ્મી તને મૂકીને ચાલી જાય, તો ય દુઃખ જ છે. ૧૯
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org