________________
ત્રીજી દષ્ટિવાળા જીવને ‘હું ક્યારે જાઉં, ને વચન સાંભળું ?’ એવી શુશ્રૂષા-જિજ્ઞાસા હોય. અને તો જ એને વચન પરિણમે. નહિ તો એક કાને સાંભળે ને બીજાં કાને નીકળી જાય.
શુશ્રૂષા-સાંભળવાની અભિલાષા શું છે ?
શુશ્રુષા એ કૂવાની ‘સર’ જેવી છે. જેમ-એક કૂવો તો ખોદ્યો, પણ એમાં ‘સર’ હોય તો પાણી નીકળે, તો પાણીનો ધોધ ચાલુ જ રહે. નહિતો એ કુવો નકામો. એવી રીતે આત્માને સાંભળવાની ઇચ્છા-જિજ્ઞાસા-હોય, એ ‘સર’ કહેવાય. એ જેને હોય, એનો જ્ઞાનનો પ્રવાહ કોઇ દિ' સૂકાય નહિ. એટલે વિચારના-શાસ્ત્રના બોધરૂપ પાણીનો જે પ્રવાહ, એને માટે આ જિજ્ઞાસા ‘સર’ કહેવાય. એ ‘સર’ ન હોય તો સાંભળેલી વસ્તુ થળીનો કૂપ કહેવાય.
૪૮
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org