________________
જે સ્થિતિમાં કુદરત, કાળ ને કર્મ મૂકે, એમાં આનંદ માનવો જોઈએ. એનું જ નામ જીવન છે.
જિંદગી અને મરણ, લાઈફ (life) અને ડેથ (Death) એટલે શું?
તો જે સ્થિતિમાં કુદરત મૂકે એમાં આનંદ માનવો, એનું નામ જિંદગી. કોઈ કહે : તારી બૈરી ભાગી ગઈ. તો ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ, એવું એને થાય. તારી લક્ષ્મી ગઈ, તો કહે : ભલે ગઇ. તારો દીકરો ગયો, તો કહેઃ ભલે ગયો. કોઈ કહે : આ દુ:ખ આવ્યું, તો કહે ભલે આવ્યું. આમ કર્મ જે સ્થિતિમાં મૂકે, એ સ્થિતિમાં આનંદ માને, પણ હાયવોય ન કરે, એનું નામ જિંદગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org