________________
જે ત્યાગ પ્રભુના ધર્મમાં છે, એવો ક્યાંય નથી. એ પ્રભાવ પ્રભુના ત્યાગધર્મનો છે. અમારો એક નાનામાં નાનો સાધુ હશે કે સાધ્વી હશે, પણ એ પંચ મહાવ્રતધારી અને ત્યાગી ગણાશે. અને ગમે તેવો મહંત હોય કે ગાદીપતિ હોય, તો ય એ ત્યાગી નહિ કહેવાય. એને કાંઇક ને કાંઈક વ્યસન હશે જ. કાં તો એ મદ્યાદિથી ટેવાયેલો હશે, ને કાં તો બીજાં કાંઈ વ્યસન હશે. આપણામાં કોઈ છટ્ટ (બે ઉપવાસ) કરે, અઠ્ઠાઈ કરે, પંદર દિવસના ને મહિનાના ઉપવાસ પણ કરે. પણ એવી મહાનું તપશ્ચર્યા-ત્યાગવૃત્તિ-બીજા કોઈ ધર્મમાં જોવા નહિ મળે.
એક નાનામાં નાનો મુનિ કે સાધ્વી ભરઉનાળામાં રસ્તે ચાલતાં હશે, ત્યાં એને ગમે એવી તરસ લાગી હશે, ને રસ્તામાં નદી કે તળાવ આવશે, તો પણ એ એમ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org