________________
મોક્ષનું સ્વરૂપ શું છે ?
જે મોક્ષની અંદર જન્મવાનું નથી. વૃદ્ધાવસ્થા નથી. મરવાનું ય નથી. શારીરિક દુ:ખો-રોગો નથી, ને માનસિક શોકો પણ નથી. એવું જે સ્થાન હોય, તેનું જ નામ મોક્ષ.
કોઇ કહે-પરમાનંદ એ જ મોક્ષ છે. કોઇ કહે-પાપનો નાશ જ મોક્ષ છે. કોઇ વળી પ્રકૃતિના વિયોગરૂપ મોક્ષ માને છે. કોઇ નૈરાત્મ્યભાવને મોક્ષ કહે છે. બધાં ય જાદું જાદું સ્વરૂપ કહેશે, પણ છેવટે બધાંને જવાનું તો મોક્ષમાં જ છે ને ? બધાંનું ધ્યેય તો મોક્ષ જ છે. ‘‘શબ્દભેદ ઝઘડો કિસ્સો.’’ ‘પાંચ વીસુ’ કહો કે ‘સો’ કહો, એ એક જ છે. એમાં ઝઘડો શો ? પેલો કહેઃ સો ન કહેવાય, પાંચ વીસુ જ કહેવાય'. ને પેલો કહે: સો જ કહેવાય, પાંચ વીસુ ખોટું છે.’ આવો ઝઘડો ન હોય. પાંચ વીસુ કહો કે સો
૩૧
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org