________________
જે જીવો આ પરમાત્માના પ્રવચનમાં રહ્યાં છે, તે જરૂર મોક્ષને પામશે. આ ભવમાં કે પરભવમાં, કાં તો ત્રીજે ભવે, અને છેવટે સાતમે ભવે તો એ જરૂર પ્રતિબોધ પામીને સિદ્ધિ ગતિમાં જશે જ. એને કેવળજ્ઞાન પણ થશે. એ જીવો સર્વદુઃખોનો નાશ પણ કરવાના, અને સર્વ કર્મથી મુક્ત પણ જરૂર થવાના છે. એનું કારણ જો બેઈ હોય તો તે પરમાત્માનું વચન જ છે. માટે જ યશોવિજયજી મહારાજ જેવાંએ પણ એ વચનના રાગની જ માંગણી કરી છે. ૧૧
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org