Book Title: Mul ma Bhul
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates [u] જ્ઞાનના અભાવને લીધે તેઓ ઉપાદાન અને નિમિત્તની એકતાના ભ્રમથી જ પ્રવર્તે છે. નિમિત્ત ઉપરની દૃષ્ટિને લીધે તેઓ નિમિત્તાધીન થઈને પરિણમે છે, પણ નિમિત્તનું લક્ષ છોડીને સ્વભાવ-આશ્રિત પરિણમતા નથી, આથી તેમને ધર્મ થતો નથી. ઉપાદાન સ્વદ્રવ્ય છે ને નિમિત્ત પદ્રવ્ય છે, બન્ને સ્વતંત્ર છે-એમ જાણીને, પરથી ઉપેક્ષિત થઈને સ્વભાવ-આશ્રિત પરિણમવું તે ધર્મ છે. પરમ પૂજ્ય પરમ ઉપકારી સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સોનગઢમાં હંમેશાં મુમુક્ષુઓ સમક્ષ જે આધ્યાત્મિક પ્રવચનો કરે છે તેમાંથી, ઉપાદાન–નિમિત્તના રહસ્યને સ્પષ્ટ કરનારાં કેટલાંક પ્રવચનો આમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આ પુસ્તક મુમુક્ષુઓને ઉપાદાન–નિમિત્તના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવે છે. આત્માર્થી જીવો આ પુસ્તકમાં કહેલા ઉપાદાન નિમિત્તના યથાર્થ સ્વરૂપને જાણીને, સ્વ પરનું ભેદજ્ઞાન પ્રગટ કરીને પોતાનું કલ્યાણ કરો ! ભાદરવા સુદ ૫ વીર સં. ૨૪૭૪ વકીલ રામજી માણેકચંદ દોશી પ્રમુખ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 226