Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ મયણરેખા ગર્ભવતી પત્ની કહે, આપણે અહીં રહીએ. એક ઝરણાને કાંઠે, નાની એવી ઝૂપંડી બાંધીને ત્રણે રહ્યાં છે, પણ મોટો ભાઈ નાના ભાઈનો કાળ બનીને ફરે છે. સ ફરતો ફરતો ત્યાં આવ્યો. યુગબાહુના વિશ્વાસુ સુભટો ચોંકી કરતા બેઠા છે. આ તો રાજા ! એને કોણ રોકે ? નાના ભાઈને ખબર પડી કે મોટા ભાઈ મળવા આવ્યા છે. હોંશે હોંશે ભેટવા દોડ્યો; જ્યાં ભેટવા જાય છે ત્યાં મોટા ભાઈએ કટારી પેટમાં હુલાવી દીધી. યુગબાહુ ધરતી પર ઢળી પડ્યો. મયણરેખાએ ચીસ પાડી. સુભટો દોડી આવ્યા. અરે, રાજાએ રાજાનું માતમ ખોયું. હવે એને હણવો ઘટે. મયણરેખાએ કહ્યુંઃ પાપીને પાપની સજા ભોગવવા જીવતો મૂકો. મરતા પતિનું મોત ઊજળું બનાવો. એણે પતિને સંસારની અસારતા સમજાવી. કાયાની ક્ષણભંગુરતા સમજાવી. નવકારમંત્રનું ધ્યાન ધરવા કહ્યું. શુભભાવપૂર્વક યુગબાહુ મૃત્યુ પામ્યો. પેલી તરફ પોતાનું કાળું મોં લઈને રાજા નાઠો. કેળના વનમાં રહેતા કેવડિયા નાગ પર એનો પગ પડ્યો. કેવડિયા નાગે ભારે ડંખ માર્યો. રાજા ત્યાં ને ત્યાં મરણ પામ્યો. બીજી ત૨ફ મયણરેખાએ વિચાર્યું: અરે, હમણાં રાજાજીના સેવકો આવશે, તો મને અને મારા પુત્રને ભૂંડે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36