Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005464/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ ૮િ મયણરેખા ઇલાચીકુમાર ધન્ય અહિંસા VVAVA VVVV OVVUU VYY17 જયભિખુ Jamn Education Intemational For Personal & Private Use Only wwwainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુનમાળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિઃ શ્રેણી ૨ – ૫.૮ મયણરેખા ઈલાચીકુમાર મંત્રી વિમળશાહ સંપાદક જયભિખ્ખ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગૂર્જર એજન્સીઝ પ૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ન્નિા ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ મયણરેખા સંપત્તિ જોઈને કોનું મન ચળતું નથી ? રૂપ જોઈને કોણ લોભાતું નથી ? પણ જે નર-નાર રૂપ અને સંપત્તિ બંને સામે આવીને મળવા છતાં, ડગતાં નથી, એને હજાર વાર ધન્યવાદ છે. એવા ધન્યવાદ આપીએ જૂના જમાનામાં થઈ ગયેલી સતી મયણરેખાને ! તમને એ મહાસતીની વાત કહું છું. મન રાખીને સાંભળજો. સુદર્શનપુર નામે નગર. ત્યાંનો રાજા મણિરથ. ભારે પરાક્રમી, પણ સંપતિ અને રૂપનો ભોગી. દૂધના છલકાતા ઘડામાં વિષનાં એ બે ટીપાં પડેલાં ! એ મણિરથને યુગબાહુ નામે નાનો ભાઈ. મોટા ભાઈ અને નાના ભાઈ વચ્ચે આકાશ-પાતાળનું અંતર. યુગબાહુને મયણરેખા નામે સુંદર સ્ત્રી. જાણે ડોલરનું ફૂલ જોઈ લો ! એને એક કુંવર. નામ ચંદ્રયશા. જાણે ગુલાબનો ગોટો જોઈ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૮ લો. પૃથ્વી પર સ્વર્ગનું સુખ ભોગવે. એક વાર રાજા મણિરથ ગોખમાં બેઠો છે. સામે નાના ભાઈનો આવાસ છે. નાના ભાઈની વહુ મણ રેખા તાજું સ્નાન કરીને પોતાનો લાંબો વાયભરનો ચોટલો સૂકવી રહી છે. અરે, શું સ્વર્ગની અપ્સરા તો નથી ને ! કામી રાજાની આંખ ત્યાં ચોંટી રહી. એનું મન દીવાનું બની ગયું. અરે, આવી રૂપરૂપની રંભા સ્ત્રીની હું મેળવું તો જ ખરો ! એના મનમાં રહેલી શુભ ભાવનાએ કહ્યું: ‘રે, એ તો નાના ભાઈની સ્ત્રી; સગી દીકરી લેખાય.” પણ કામીને વળી વિવેક શો? વિવેક હોત તો રાવણની લંકા રોળાઈ હોત ! રાજાએ મયણરેખાને લોભાવવા માંડી આજે સુંદર વસ્ત્ર છે, તો કાલે ઘરેણાં છે. નવા નવા હાવભાવથી રીઝવે છે. મયણરેખા હોશિયાર છે. એણે રાજાની આંખમાં વિકાર રમતો દીઠો. નમ્રતાથી કહ્યું: મહારાજ, હું તમારી બહેન-દીકરી લેખાઉં.” પણ રાજા જાણતો હતો કે બહેન-દીકરી કીધે બહેનદીકરી ન થાય. આખરે એણે વિચાર કર્યો કે નાના ભાઈનો કાંટો વચ્ચેથી કાઢી નાખું, પછી એ ક્યાં જવાની છે ? એક દિવસની વાત છે. રાણી મયણરેખા ગર્ભવતી છે. યુગબાહુ એને તથા પુત્ર ચંદ્રયશાને લઈ વનવિહારે નીકળ્યો છે. મોટું એવું કદલી વન આવ્યું છે. કેળનાં ઝુંડનાં ઝુંડ. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મયણરેખા ગર્ભવતી પત્ની કહે, આપણે અહીં રહીએ. એક ઝરણાને કાંઠે, નાની એવી ઝૂપંડી બાંધીને ત્રણે રહ્યાં છે, પણ મોટો ભાઈ નાના ભાઈનો કાળ બનીને ફરે છે. સ ફરતો ફરતો ત્યાં આવ્યો. યુગબાહુના વિશ્વાસુ સુભટો ચોંકી કરતા બેઠા છે. આ તો રાજા ! એને કોણ રોકે ? નાના ભાઈને ખબર પડી કે મોટા ભાઈ મળવા આવ્યા છે. હોંશે હોંશે ભેટવા દોડ્યો; જ્યાં ભેટવા જાય છે ત્યાં મોટા ભાઈએ કટારી પેટમાં હુલાવી દીધી. યુગબાહુ ધરતી પર ઢળી પડ્યો. મયણરેખાએ ચીસ પાડી. સુભટો દોડી આવ્યા. અરે, રાજાએ રાજાનું માતમ ખોયું. હવે એને હણવો ઘટે. મયણરેખાએ કહ્યુંઃ પાપીને પાપની સજા ભોગવવા જીવતો મૂકો. મરતા પતિનું મોત ઊજળું બનાવો. એણે પતિને સંસારની અસારતા સમજાવી. કાયાની ક્ષણભંગુરતા સમજાવી. નવકારમંત્રનું ધ્યાન ધરવા કહ્યું. શુભભાવપૂર્વક યુગબાહુ મૃત્યુ પામ્યો. પેલી તરફ પોતાનું કાળું મોં લઈને રાજા નાઠો. કેળના વનમાં રહેતા કેવડિયા નાગ પર એનો પગ પડ્યો. કેવડિયા નાગે ભારે ડંખ માર્યો. રાજા ત્યાં ને ત્યાં મરણ પામ્યો. બીજી ત૨ફ મયણરેખાએ વિચાર્યું: અરે, હમણાં રાજાજીના સેવકો આવશે, તો મને અને મારા પુત્રને ભૂંડે For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૮ હાલે મારશે. એ પુત્રને લઈને નાઠી. માર્ગમાં ભારે કાંટાઝાંખરાં ! પુત્ર તો છૂટો પડી ગયો, ને રાણીને તો થોડી વારમાં પેટમાં પીડ જાગી. એ તો શું હાથપગ પછાડે ? ભર્યા જંગલમાં એકલી. એક સરોવરના કાંઠે મૃગલીની જેમ તરફડે. થોડી વારે એણે એક બાળકનો જન્મ આપ્યો. ધીરે ધીરે કિનારે જઈ બાળકને સ્વચ્છ કર્યો. પહેરેલા વસ્ત્રમાંથી અડધું ફાડી ઝોળી કરી સુવાડ્યો. પછી પોતે નાહવા ગઈ. શું એનું રૂપ ! સરોવરમાં જાણે સોનેરી કમળ ખીલ્યું. પાસે જ એક વિદ્યાધર રાજા રાજ કરે. એના હાથી સરોવરમાં સ્નાન કરવા આવેલા. એમણે આ સુવર્ણ કમળશી સ્ત્રી નીરખી. સૂંઢમાં ઉપાડીને ચાલ્યા. રાણી તો રૂવે રૂવે અપરંપાર ! અરે, મારું બાળ, એને કોણ સાચવશે ? પણ હાથી તે કંઈ માને ? આખી રાત તેઓ ચાલ્યા. સવારે એક પર્વતની તળેટીમાં આવી પહોંચ્યા. ઉપર એમનો વિદ્યાધર રાજા રહે. સ્ફટિકના મહેલ ને હીરાના થાંભલા. નીલમની અગાસીઓ ને પન્નાના ગોખ ! રસ્તા બધા સોનાથી રસેલ ! રાજા વિદ્યાધર સુંદર વિમાન લઈ આવ્યો. એણે મયણરેખાને જોઈ. એનું મન મોહી ગયું. એણે કહ્યું: ‘હે પૃથ્વીની પદમણી ! મને વર !' For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ મયરેખા ت ن .ن.ت.ت.ث. ' મયણરેખાએ જોયું કે સમજાવીને કામ લેવામાં સાર છે. એણે કહ્યું, “મારા બે પુત્રની ભાળ લઈ આવો, પછી બીજી વાત.' વિદ્યાધર રાજા તો ઊપડ્યો વિમાનમાં. થોડી વારમાં તો ભાળ લઈને આવ્યો. એણે કહ્યું “હે સુંદરી, તારો જેઠ-રાજા મણિરથ સર્પદંશથી ભૂંડે હાલે મર્યો છે. અને તારો મોટો પુત્ર તો સુદર્શનપુરનો રાજા બન્યો છે. તારા જેઠને કોઈ સંતાન ન હોવાથી પ્રજાએ તેને ગાદી પર બેસાડ્યો છે.' ને તારા બીજા ધાવણા બાળને મિથિલાનો રાજા ઉપાડી ગયો છે. એનું નામ પદ્મરથ. એને કંઈ સંતાન નથી, એટલે તારા બાળને દીકરો કરીને માન્યો છે. નામ રાખ્યું છે નમિરાજ.” મયણરેખા કહે, “ધન્ય છે રાજા તને. હવે એક કામ મારું કરી દે. મને નંદીશ્વર દ્વીપ લઈ જા. એક ભવમાં બે ભવ થાય, એ પહેલાં ત્યાંનાં દર્શન કરી લઉં.' સુંદર એવો નંદીશ્વર દ્વીપ. વિદ્યાધર રાજાના પિતા મણિચૂડ ત્યાં તપસ્વીને વેશે રહે. બંને જણાંએ તેમને નમસ્કાર કર્યા. મણિચૂડ મુનિ માનસશાસ્ત્રના જાણકાર હતા. તેમણે સ્ત્રીને દુઃખિયારી દીઠી. બધો વૃત્તાંત પૂક્યો. મયણરેખાએ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૮ બધી વાત વિસ્તારીને કરીને કહ્યું, “હે પૂજનીય દેવતા, એક ભવમાં બે ભવ કરવા કરતાં, તમારા ચરણમાં મૃત્યુ વાંછું છું.' મણિચૂડ મુનિએ પુત્રને ઉપદેશ આપ્યો. કહ્યું કે સંસારમાં સૌંદર્ય અને સંપત્તિ-કંચન અને કામિનીનો જે વિવેક નહીં કરે, એનું કદી કલ્યાણ નહીં થાય. વિદ્યાધર રાજાની આંખ ખૂલી ગઈ. એણે મયણરેખાને પોતાની બહેન કરીને માની. એણે કહ્યું, બોલ, બોલ બહેન, હું તારું શું કામ કરું, જેથી મારું પાપ ધોવાય.' ભાઈ, તું પુણ્યશાળી છે. તને ખરે વખતે ઉપદેશ લાગ્યો. સવળી મતિ સૂઝી. મારું મન મારા નાના બાળને જોવા ઝંખી રહ્યું છે.' બંને ચાલ્યાં મિથિલા ભણી. મિથિલાની શી વાત ! મયણરેખા તો પોતાની જિંદગીનો વિચાર કરે છે, ત્યાં થયો વૈરાગ્ય. અરે, હવે આ માયામાં વળી કાં લપટાઉ. કોનાં છોરું-કોનાં વાછરું, ચાલ, મારા જીવનું કલ્યાણ કરું. એણે વિદ્યાધર રાજાને સમજાવી ત્યાં ને ત્યાં સાધ્વીપદ સ્વીકારી લીધું. નામ રાખ્યું સુવ્રતા. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મયણરેખા મિથિલાનો રાજવી નમિરાજ ભારે પરાક્રમી થયો છે. એણે ઘણા દેશો જીત્યા છે. એના હાથી, ઘોડા ને વૃષભ પૃથ્વીના પટ પર રોકટોક વગર વિચરે છે. એક વખત તેનો સુંદર હાથી ફરતો ફરતો રાજા ચંદ્રયશાની હદમાં આવ્યો. ચંદ્રયશાના સિપાઈઓ તેને યુક્તિથી પકડીને રાજધાનીમાં લાવ્યા. રાજાએ તેને હાથીખાને બંધાવ્યો. શું સુંદર હાથી ! આખી હાથીશાળા એનાથી શોભી ઊઠી. નમિરાજને ખબર પડી. મારા હાથીને ચંદ્રયશા રાજાને ત્યાં બાંધ્યો છે. એણે સંદેશો મોકલ્યો કે હાથી અમારો છે, માટે પાછો આપો નહીંતર સુદર્શનપુર ધૂળભેગું થશે. આ સાંભળી રાજા ચંદ્રયશાને ક્રોધ ચડ્યો. તેણે જવાબ આપ્યો; “બહુ બોલવામાં સાર નથી. નહીં તો જે હાથીની દશાં થઈ તે તમારી થશે.” નમિરાજે આ જવાબ સાંભળ્યો, ને નગારે ધાવ દીધો. પોતાનું લશ્કર તૈયાર કર્યું ને સુદર્શનપુર પર ચડાઈ કરી. ચંદ્રયશાએ જાણ્યું કે નમિરાજનું લશ્કર આવે છે, એટલે નગરના દરવાજા બંધ કરી દીધા. કાંગરે કાંગરે બાણાવળી મૂકી દીધા. ઘેરો ઘણા દિવસ ચાલ્યો, પણ સામાસામી લડાઈ થઈ નહીં. રાજા ચંદ્રયશા ઘેરાથી કંટાળી ગયો છે. નગરના દરવાજા ઉઘાડી કેસરિયાં કરવાની તૈયારી કરે છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૮ . . . . . નમિરાજ પણ કોઈ પણ ભોગે લડાઈ કરી છેડો લાવવા ઇચ્છે છે. એટલે તેણે લડાઈની તેયારી કરી. સિપાઈઓએ જયનાદ કર્યા; નમિરાજ મહારાજકી જે. નગરમાંથી પણ જવાબ આવ્યોઃ “ચંદ્રયશા મહારાજકી છે.” હવે નમિરાજ ચાલવાની તૈયારી કરે છે, એવામાં છેટેથી બે સાધ્વીઓને આવતી જોઈ, તે એમની પાસે ગયા ને વંદન કર્યું. નમ્રતાથી પૂછ્યું: “હે મહાસતીજી ! આ લડાઈના મેદાનમાં આપનું પધારવું કેમ થયું?” સાધ્વી ગંભીર શબ્દ બોલ્યાં “રાજન્ ! આ મનુષ્યોનો સંહાર શાને માટે કરો છો ? આ લોહીની નદીઓ વહેવરાવીને મેળવેલો જય તમારું શું ભલું કરી શકે એમ છે? અને તેમાંયે ભાઈએ ભાઈની સાથે યુદ્ધ કરવું તે શું વાજબી છે?” નમિરાજ કહે, “મહાસતીજી ! આપ તો જગતના બધા જીવોને સરખા ગણો, એટલે ભાઈ જ કહો, પણ એવા છકી ગયેલાઓની સાન ઠેકાણે લાવવા માટે આ યુદ્ધ કરવું જ પડશે.' આ સાધ્વી તે જ સુવ્રતા-મહાસતી મયણરેખા. તે બોલ્યાં; હે રાજા, તે તમારો સગો ભાઈ થાય છે. તમને બંનેને જન્મ દેનારી હું આ રહી.” For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મયણરેખા * - - - નમિરાજ કહે, કેવી ગપ્પ ! એ કેવી રીતે હોઈ જ શકે? મહાસતીજી ! આવી વાતો સાંભળવાનો હવે વખત નથી. ચાલો શૂરા સરદારો ! આગળ કદમ બઢાવો.' સાધ્વી સુવ્રતા બોલ્યાં: ‘પણ સબૂર, રાજન્ ! મારી એક નજીવી માગણી કબૂલ કરશો ? અર્ધા જ કલાક ફક્ત લડાઈ બંધ રાખો ને મને નગરમાં જવા દો.” નમિરાજ આ માગણીનો ઇનકાર કરી શક્યો નહીં. તેણે કહ્યું: ‘ભલે આપના વચનની ખાતર હું અર્ધા કલાક થોભીશ.. એક સરદાર સાધ્વીજીને લઈ ચાલ્યો. સાધ્વીજી ચંદ્રયશા કુમાર પાસે આવ્યાં. રાજા ચંદ્રયશાએ પોતાની માતાને સાધ્વીના વેશમાં આવતી જોઈ, એણે નમસ્કાર કર્યા. ચંદ્રયશાએ માતાનો સ્નેહ ચાખ્યો હતો. નમિરાજ જન્મથી છૂટો પડ્યો હતો. સાધ્વીજીએ ચંદ્રયાને ઓળખાણ આપી એટલે તે નમી પડ્યો ને બોલ્યોઃ “આપ જેમ કહો તેમ કરવા તૈયાર છું.’ સુવ્રતા બોલ્યાં : “નમિને તો જન્મથી છાંડ્યો છે, પણ તેં તો મારાં ધાવણ ધાવ્યાં છે. માની વાત માની લે. મોટો ભાઈ બની જા. નાના ભાઈને જોઈએ તે આપી દે. તેના સ્વાગતની તૈયારી કર, તેને પ્રેમથી ભેટ. આપી દે જોઈએ તે. તું તો મોટો ભાઈ છે.' ચંદ્રયશાએ તે કબૂલ કર્યું. સામૈયાની તૈયારી કરી. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ • ૮ અહીં નમિરાજ વિચાર કરે છે. અરે, સાધ્વી તો આવી નહીં. હવે મારે યુદ્ધ કરવું જ પડશે. એવામાં નગરના તોતિંગ દરવાજા ઊઘડ્યા, ચંદ્રયશાનું લશ્કર દેખાયું. પણ આશ્ચર્ય ! કોઈની પાસે હથિયાર નહીં. ચંદ્રયશા સહુથી મોખરે હતો. તે મિરાજની છાવણીમાં આવ્યો. મિરાજને ખાતરી થઈ કે મારો આ માજણ્યો ભાઈ છે, નહીંતર આમ કેમ આવે ! કુદરતી રીતે જ તેને પ્રેમ થયો ને તે પણ સામે દોડ્યો. બંને ભાઈઓ પ્રેમથી ભેટી પડ્યા. લશ્કર આખું અચંબો પામ્યું. બધી હકીકત જાણીને વધારે અચંબો પામ્યું. મિરાજની વાજતેગાજતે સુદર્શનપુરમાં પધરામણી થઈ. સુવ્રતા સાધ્વીની શુભ ભાવના ફળી. સાચી ભાવના ફળ્યા વિના કેમ રહે ! ચંદ્રયશાને સાધ્વીજીનો સમાગમ વધ્યો, એટલે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને દીક્ષા લેવાનું મન થયું. તેમણે મિરાજને ગાદી સોંપી ને દીક્ષા લીધી. મિરાજનું રાજ્ય ખૂબ વધ્યું, પણ ત્યાર પછી થોડા વખતમાં તેમને બળતરિયો તાવ થયો. આ વાતની શાંતિ ક૨વા તેમની સ્ત્રી ચંદન ઘસી ઘસીને ચોપડવા લાગી. ચંદનથી શાંતિ થઈ, પણ તે ઘસતાં સ્ત્રીઓનાં કંકણનો ખૂબ ખડખડાટ થયો. આ અવાજ તેમનાથી ન ખમાયો. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મયણરેખા ૧૩ " પટરાણીએ જોયું કે રાજાથી આ ગરબડ ખમાતી નથી એટલે કહ્યું: “સહુ અકેક કંકણ રાખો ને ચંદન ઘસો.' બધાએ તેમ કર્યું. અવાજ બંધ થઈ ગયો. નમિરાજને શાંતિ થઈ. તે જ ક્ષણે વિચાર થયો : “અહા ! એક જ કંકણ હોય તો કેવી શાંતિ રહે છે ! ખરેખર વધારેમાં જ દુઃખ છે. મનુષ્ય પણ બધાની ધમાલ છોડી પોતાના એક આત્મભાવે રહે તો કેટલી શાંતિ મળે ! ખરેખર ત્યાગ અને એકલભાવ એ જ ધર્મ છે. હું તેનું આરાધન કરું ને સુખ પામું.” - આવો વિચાર કરી તે સાજો થયો એટલે તરત દીક્ષા લીધી. આ રાજર્ષિ નમિરાજનો વૈરાગ્ય અદ્ભુત હતો. તેમની દેવે કેવી રીતે પરીક્ષા કરી અને તેમાંથી તે કેવી રીતે પસાર થયા તેની હકીકત ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં આપેલી છે. પવિત્ર જીવન ગાળતાં તેમનો મોક્ષ થયો. ચંદ્રયશા પણ પવિત્ર જીવનથી મોક્ષ પામ્યા. સાધ્વી સુવ્રતા પણ તપત્યાગથી પૂરાં પવિત્ર થયાં ને નિર્વાણ પામ્યાં. ધન્ય છે પતિને ધર્મ પમાડનાર મહાસતી મયણરેખાને ! ધન્ય છે આત્મકલ્યાણ સાધનારી પવિત્ર આર્યાઓને ! રૂપ મળો તો એવાને મળજો ! સંપત મળે તો એવાં સદ્ગણીને મળજો. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ઇલાચીકુમાર ઢીંગ ઢીંગ ઢમ, ઢીંગ ઢીંગ ઢમ, ઢોલક વાગવા લાગ્યાં. પીંઈઈઈ પીઈઈઈ પીંઈઈઈ શરણાઈ બોલવા લાગી. થોડી વારમાં વાંસ ખોડાયા ને તે પર નટનાં દોરડાં બંધાયાં. “એય ભલા ! એય ભલા !' કરતા નટલોકો તેના ઉપર ખેલ કરવા લાગ્યા. - ઇલાવર્ધન નગરના લોકો આ ખેલ જોવા નગરના ચોકમાં ટોળે મળ્યા. આ ચોકના માથે મોટી મનોહર મહેલાતો છે. તેને સુંદર ઝરૂખા છે. નાજુક ગોખ છે. તેની ભીંતો ને છતો કારીગરીનો ભંડાર છે. ધનથી છલકાતો ધનદત્ત શેઠ તેમાં રહે છે. તેને એક નવજુવાન દીકરો છે. તેનું નામ ઇલાચી. નટને મેડી નીચે રમતા જોઈ તેણે ગોખમાં ડોકિયું કર્યું. ત્યાં શું જોયું ? એક નટે પગે જમૈયા બાંધ્યા છે. બે હાથે વાંસ પકડ્યો છે ને દોરડા પર ચાલી રહ્યો છે. નીચે નટનું For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ઇલાચીકુમાર ટોળું ‘એય ભલા ! એય ભલા !’ બોલી રહ્યું છે. એ ટોળામાં એક નવજુવાન કન્યા છે. રૂપ રૂપનો તે ભંડાર છે. ૧૫ ઇલાચી તેને જોતાં જ ઠરી ગયો. આ તે દેવી હશે કે અપ્સરા ? આવું રૂપ તો મેં કોઈ દિવસ જોયું જ નથી. ઇલાચી તેને ધારી ધારી જોવા લાગ્યો. અને મનમાં નક્કી કર્યું કે પરણું તો આ કન્યાને જ પરણું. * જમવાનો સમય થયો, પણ ઇલાચી આવ્યો નહિ. ધનદત્ત શેઠ તપાસ કરવા ઊઠ્યા કે ઇલાચી ક્યાં છે ? ભાઈ એક ખૂણામાં જેમતેમ સૂતા છે. મોં તદ્દન ઊતરી ગયું છે. ધનદત્ત શેઠે પૂછ્યું : ‘ઇલાચી ! છે શું ? આજે તું આટલો બધો દિલગીર કેમ ?” તેણે દિલ ખોલીને વાત કરી : પિતાજી ! ગામમાં નટલોક ૨મવા આવ્યા છે. તેમને એક જુવાન કન્યા છે. અહા ! શું તેનું રૂપ ! તે મને પરણાવો.’ ધનદત્ત શેઠ કહે : ગાંડા ! આવી લત તે ક્યાંથી લાગી ? નટડીને તે આપણા ઘરમાં ઘલાય ? ક્યાં આપણી નાત ! ક્યાં નટની નાત ! આપણી નાતમાં ઘણી કન્યાઓ છે તેમાંથી તું કહે તે પરણાવું.' પિતાના આવા વિચાર સાંભળી ઇલાચી કંઈ બોલ્યો નહિ . સાંજે ન ખાધું ન પીધું ને ઊઠી ગયો. રાતે નટને છાનામાના બોલાવ્યા અને વાત કરી : માગો તેટલું ધન આપું, પણ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૮ Sાવો ? તમારી કન્યા પરણાવો.” નટ કહે, “અન્નદાતા!કન્યાને અમે વેચવાનથી લાવ્યા.ધન તો આજ છે ને કાલ નથી. કંઈ રતન જેવી દીકરી એમ અપાય ? વળી તમને કન્યા આપીએ તો અમારા કુળને એબ લાગે.” ઇલાચી કહે, “એ કેવી રીતે? હું તો છું વાણિયો ને તમે છો નટ.” નટ કહે, “શેઠ! તમે ગમે તેવા હો, પણ અમારી નાતમાં ને અમારા ધંધાવાળાને કન્યા અપાય. નહિ તો લોક લાંછન આપે.” ઇલાચી કહે, “કોઈ પણ રીતે તમારી કન્યા મને પરણાવો ખરા?” નટે કહ્યું : “હા. એક રીત છે. તમે પણ અમારા જેવા નટ બનો. અને અમારી વિદ્યામાં કુશળ થાઓ. પછી ખેલ કરીને કોઈ રાજાને રીઝવો. તે જે ભેટ આપે તેનાથી અમારી નાતને જમાડો, તો અમારી કન્યા આપીએ.” ઇલાચી કહે, “કબૂલ ! કબૂલ ! હું તે પ્રમાણે કરીશ ને તમારી કન્યા પરણીશ.' રાત પડી. સહુ જીવજંતુ જંપી ગયાં. સઘળું સૂનકાર થઈ ગયું. ઇલાચી એ વખતે ઊઠ્યો. કપડાં પહેરીને તૈયાર થયો. નથી કોઈ જાગતું કે નથી કોઈ સસળતું. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ઇલાચીકુમાર - જ્યાં જવા માટે ડગલું ભર્યું ત્યાં માબાપ યાદ આવ્યાં : અહા ! વહાલી માતા ! પ્રેમાળ પિતા ! તે જાણશે કે ઇલાચી નાસી ગયો છે તો તેમને કેવું દુ:ખ થશે ! માટે આવી રીતે ચાલ્યા તો ન જવું.' તે પાછો ફર્યો. ત્યાં તો દિવસે જોયેલી નટકન્યા યાદ આવી : “અહા કેવું રૂપ ! ગમે તેમ થાય, પણ આ કન્યાને તો પરણું. માબાપને થોડા દિવસ દુઃખ તો થશે, પણ પછી બધું વીસરી જશે. ચાલ જઈને નટલોકોને મળું !” આમ વિચારી ઇલાચી ચાલવા મંડ્યો. નટના ટોળાને જઈ મળ્યો. નટલોકો વહેલા ઊઠી એ નગરમાંથી ચાલ્યા ગયા. ઇલાચીએ બધો પોશાક બદલી નાખ્યો. મલમલના કડકડતા અંગરખાની જગ્યાએ ગજીનું જાડું લઠ્ઠ કેડિયું પહેર્યું રેશમી ધોતિયાને બદલે જાડો મજાનો ચોરણો પહેર્યો. માથેથી મૂલવંતી પાઘડી ઉતારી મોટું બધું ફીંડલ વીંટ્યું. ગળામાં નટલોકો જેવી માળાઓ પહેરી. ગઈ કાલનો ક્રોડાધિપતિનો પુત્ર આજે બરાબર નટ બની ગયો. તેણે ધીમે ધીમે નટવિદ્યા શીખવા માંડી. ઊંધી ને ચત્તી ગુલાંટો ખાવી. એક પગે કૂદકા મારવા ને પગે વાંસ બાંધીને ચાલવું. આ કંઈ જેવુંતેવું કામ નહિ ! પણ ઇલાચીના દિલમાં કામ શીખવાનો ભારે ઉમંગ છે, એટલે એક વરસમાં એ બધું શીખી ગયો. પછી શીખ્યો દોરડાની રમત. કેવી સુંદર ! કેવી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨૮ :.:.:.:.:. . અદ્ભુત ! કોઈ પણ જાતના ટેકા સિવાય દોરડા પર ચાલ્યા જવું ને મોટા કૂદકા મારવા ! પગે શીંગડાં કે જમૈયા બાંધીને દોરડા પર ચાલ્યા જવું! ત્યાર બાદ જનાવરોને લડાવવાની તથા બીજી પણ ઘણી રમતો શીખ્યો. ગામેગામ તે નટ લોકો સાથે ફરે છે ને પોતાની કળા બતાવે છે. પેલી નટકન્યા પણ સાથે જ છે. ઇલાચીને તેના પર અપાર પ્રેમ છે. જાણે જળ ને માછલી ! ચાતક ને મેહ! એને જોયા વિના ઘડી ચેન પડતું નથી ! નટકન્યાને પણ તેના પર અપાર પ્રેમ થયો છે. જેણે પોતાને માટે ઘરબાર છોડ્યાં, વૈભવ છોડ્યો, તેના પર પ્રેમ કેમ ન થાય? પણ હજી તેમનાં લગ્ન થયાં નથી, થાય તેમ નથી. ઇલાચી જ્યારે કોઈ રાજાને રીઝવી નાત જમાડે ત્યારે જ લગ્ન થઈ શકે એમ છે ! ' આ વાતને બાર બાર વર્ષનાં વહાણાં વીતી ગયાં. હવે ઇલાચીકુમાર રાજાને રીઝવી શકે એવી નવિદ્યા શીખી ગયો છે. તેણે વિચાર કર્યો : “લાવ, હવે બહેનાતટ નગર જાઉં ને ત્યાંના રાજાને રીઝવું.” અને બધા નટો ગામનગરો વટાવતાં બહેનાતટ નગરે ગયા. ઇલાચીએ રાજાની મુલાકાત લીધી. રાજા કહે, “પધારો નાયક ! તમને જોઈ આનંદ થયો. અહીં તમારી બધી વિદ્યા બતાવો. જો અમારું મન રીઝવશો તો તમને મોટું ઇનામ આપીશ.” For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ઇલાચીકુમાર દરબારગઢના ચોકમાં ઇલાચીએ તૈયારી કરવા માંડી. પ્રથમ જમીન સાફસૂફ કરી ને પછી ખોડ્યા વાસ. તેના પર દોરડાં બાંધ્યાં. ચોકની ચારે બાજુ કનાત બંધાઈ ને બેઠકો ગોઠવાઈ. તેમાં રાજા બેઠા, દીવાન બેઠા, શાહુકાર ને શ્રીમંત બેઠા. અધિકારીઓ પણ બધા એકઠા થયા. શું શેઠ, શું નોકર ! શું નાનો, શું મોટો ! શહેર આખું ખેલ જોવા ભેગું થયું. રાજાની બધી રાણીઓ ઉપર ગોખમાં બેસી ગઈ. ઇલાચીના દિલમાં ઉમંગનો પાર નથી. બાર બાર વર્ષ સુધી કરેલાં આકરાં તપ આજે જરૂર ફળશે એવો તેને દૃઢ વિશ્વાસ છે. તેણે સુંદર પોશાક ધારણ કર્યો. ઇષ્ટદેવનું સ્મરણ કર્યું. પછી ચોકની વચ્ચે આવી પોતાનો ખેલ શરૂ કર્યો, કેવી રીતે? તે દોરડા ઉપર ચડ્યો. પછી પગે પહેરી પાવડી. પછી એક હાથમાં લીધી ઢાલ ને બીજા હાથમાં લીધી તલવાર અને દોરડા પર ચાલવા માંડ્યું. થોડું ચાલીને અવળો ફરી ગયો. લોકો અંદર અંદર બોલવા લાગ્યા : “વાહવાહ ! વાહવાહ ! કેવો સુંદર ખેલ છે ને! ઇલાચીએ બીજો ખેલ શરૂ કર્યો. પોતાના માથે એક પછી એક એમ સાત બેડાંની હેલ ચડાવી. પછી વાંસની ઘોડી પર લાંબો વાંસ બાંધ્યો અને તે ઉપર ચડ્યો. ટોચે પહોંચી તેને હલાવવા લાગ્યો. વાંસ આમ ડોલે તેમ ડોલે, પણ ઇલાચીના For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ રેo જેને બાલગ્રંથાવલિ શ્રેણી ૨૮ માથા પર બેડાં આબાદ ! લોકો આ જોઈ આશ્ચર્ય પામી ગયા. રાજા હમણાં ઇનામ આપશે, હમણાં ઇનામ આપશે એવી રાહ જોવા લાગ્યા, પણ રાજા કંઈ બોલે નહિ ! ઇલાચીએ ત્રીજો ખેલ શરૂ કર્યો. પગે બાંધી કટારો અને તે કટારોની અણીભેર દોરડા પર ચાલવા લાગ્યો. લોકો આ જોઈ રાજી થઈ ગયા, પણ રાજા ન બોલે ઉં કે ન બોલે ચું. કેમ વારુ ! શું આવા ખેલ રાજાને પસંદ નહિ પડતા હોય? - ના રે ! ના. રાજા તો આ વખતે બીજો જ વિચાર કરે છે. તેણે નીચે ઊભેલી પેલી નટકન્યાને જોઈ છે. તેના રૂપમાં મોહી પડ્યો છે. તે એમ વિચાર કરે છે કે આ નટ જો દોરડા પરથી પડીને મરી જાય તો આ કન્યાને પરણી શકાય. માટે કરવા દોને ખેલ. એમ કરતાં જોઈએ પડે છે અને મરે છે ! નટકન્યા નીચે ઊભી વિચાર કરે છે: “અહો ! ઇલાચીએ મારા માટે માતાપિતાને છોડ્યાં. રિદ્ધિસિદ્ધિ છોડી. પોતાને હાથે અનેકને દાન દેતો તે આજે દાન લેવા હાથ લાંબો કરે છે. હવે રાજા પ્રસન્ન થઈને એને ઇનામ આપે તો સારું. મારા પિતા તેની સાથે જલદી મારાં લગ્ન કરે અને હું તેની સાથે સુખમાં રહી દિવસો પસાર કરું.” ઇલાચી દોરડા પરથી નીચે ઊતરી રાજાને પગે લાગ્યો. રાજા કહે : “નટરાજ! તમે બહુ ચતુર છો, પણ મેં તમારો ખેલ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ઇલાચીકુમાર જોયો નથી. મારું મન રાજકાજના વિચારમાં રોકાયું હતું.’ ઇલાચી ફરીથી ખેલ કરવા મંડ્યો. નટલોકો જોરથી પોતાનાં ઢોલ વગાડવા લાગ્યા. એય ભલા ! એય ભલા !' કહી તેને શૂર ચડાવવા લાગ્યા. ઇલાચીએ અદ્ભુત ખેલ કર્યો. પછી નીચે ઊતરી રાજાને સલામ ભરી. રાજાએ કહ્યું : ‘નાયક ! તમે ખેલ ક૨વા માંડ્યો ને હું જરા વાતે વળગ્યો. તમારો ખેલ જોવાયો નહિ, ફરી ખેલ કરો. આ વખતે ધ્યાનથી જોઈશ.' ઇલાચી ત્રીજી વખત ખેલ કરવા લાગ્યો, પણ રાજા પ્રસન્ન થયો નહિ. રાજાના પેટમાં પાપ હતું કે આ કોઈ રીતે મરે છે. એટલે તે શેનો વખાણે ? ૨૧ ઇલાચી નિરાશ થયો. આ જોઈ નટડીએ કહ્યું : ‘ઇલાચી ! નિરાશ ન થાઓ. થોડા સારુ બધું બગાડશો નહિ. એક વખત ફરીથી ખેલ કરીને રાજાને પ્રસન્ન કરો, નહીંતર આપણાં લગ્ન નહીં થાય.’ ઇલાચી ચોથી વાર દોરડે ચડ્યો. અજાયબી પમાડે તેવો ખેલ કર્યો છતાં એ રાજા રીઝ્યો નહિ ! બધા માણસોને વહેમ પડ્યો કે રાજાના પેટમાં કંઈક પાપ છે. પટરાણીને પણ વહેમ પડ્યો કે જરૂ૨ રાજાના મનમાં કંઈક દગો છે. ઇલાચીની નિરાશાનો પાર રહ્યો નહિ. નટડી આ જોઈ બોલી : ‘ઇલાચી ! હવે એક વખત ખેલ કરો. કિનારે આવેલું For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૮ . . . . . . . . વહાણ ડુબાડશો નહિ. મારી ખાતર પણ એક વખત ખેલ કરો.” ઇલાચીએ પાંચમી વખત ખેલ શરૂ કર્યો. તે વાંસની ટોચે જઈને ઊભો. આ વખતે તેણે એક બનાવ જોયો. એક ઘરના બારણે રૂપરૂપના અંબાર જેવી એક બાઈ હાથમાં રૂપાનો થાળ લઈને ઊભી છે. માંહી ભરી છે મીઠાઈ ને બીજી સુંદર વસ્તુઓ. તે આગ્રહ કરી કરીને એક મુનિરાજને વહોરાવે છે, પણ મુનિરાજ તે લેતા નથી, તેમ પોતાની આંખ પણ ઊંચી કરતા નથી. આ જોઈ ઇલાચીને વિચાર આવ્યા. “અહા ! ધન્ય છે આ મુનિને ! જોબન વય છે, આગળ આટલી રૂપવતી સ્ત્રી ઊભી છે, પણ તેમનું રૂંવાડું પણ ફરકતું નથી. અને હું? હું તો એક નટડીને કાજે ઘરબાર, ધર્મધ્યાન બધું છોડીને દેશદેશાવર ભટકું છું. પેલા મુનિરાજને એ સ્ત્રી આગ્રહ કરી કરીને વહોરાવે છે, પણ એ લેતા નથી. અને હું દાન લેવાને માટે જીવના જોખમે આ વાંસ પર ચડીને ખેલ કરું છું. અને તેમ છતાંય દાન મળતું નથી.' ખરેખર ! આ મોહમાં ફસાઈ મેં મારો અમૂલ્ય વખત નકામો ગાળ્યો. હવે તો હું પણ એ સાધુરાજ જેવો થાઉં. અને એમના જીવનનો આનંદ અનુભવું.” આવા વિચારો કરતાં કરતાં ઇલાચીના મનની પવિત્રતા For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ઇલાચીકુમાર .....نه એકદમ વધી ગઈ. અને તેને ત્યાં જ જગતનું સાચું જ્ઞાનકેવળજ્ઞાન થયું. અહીં નટકન્યા પણ વિચારવા લાગી : “બળ્યું આ રૂપ ! આ રૂપને મોહી ઇલાચીએ ઘરબાર છોડ્યાં અને આટલાં દુઃખ ભોગવ્યાં. વળી આ રાજાને પણ અવળી મતિ સૂઝી ! હા, આ જીવે જન્મીને શું સારું કર્યું ? હવે ક્યાં સુધી આવું જીવન જીવવું? ચાલ હવે તો મન, વચન ને કાયા જીતી મારા આત્માનું કલ્યાણ કરું.” આવા વિચારો કરતાં તેને પણ કેવળજ્ઞાન થયું. રાજારાણીએ આ બંનેનાં જીવનમાં એકાએક ફેરફાર જોયો, અને તેમને પણ પોતપોતાના જીવનસંબંધી વિચારો આવ્યા. તે વિચારોથી હૃદય તદન પવિત્ર થતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. આ ચારે કેવળજ્ઞાનીઓ લાંબા વખત સુધી આ દુનિયા પર ફર્યા તે દરમિયાન તેમના પવિત્ર જીવનની ઘણા ઉપર અસર થઈ. તેમના અમૃત શા ઉપદેશથી ઘણાનાં જીવન પલટાઈ ગયાં. પોતાનું આયુષ્ય પૂરું થતાં બધાં નિર્વાણ પામ્યાં. ધન્ય છે ઇલાચી જેવા સાહસિક નરવીરોને ! For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ મંત્રી વિમળશાહ રામ અને લક્ષ્મણ જેવી બે ભાઈની જોડી. એકનું નામ વિમળ, બીજાનું નામ નેઢ. દશાની ચઢતીપડતી છે. મૂળ તો પાટણનાં મંત્રીપદાં એમના બાપદાદાઓએ કરેલાં. ચાવડા વંશના રાજાઓના વખતમાં અને સોલંકી વંશના રાજાઓના વખતમાં તેઓએ તન, મન ને ધનથી ગુજરાતની સેવા કરેલી. પણ વખત ફર્યો. વહાલાં હતાં એ બધાં વેરી બન્યાં. સહુ એમને હેરાન કરવામાં રાજી રહે. બંને છોકરાની મા વીરમતી બહુ શાણી. એણે સમય પારખો; ને પાટણ છોડી પોતાને પિયર બાલુડાંને લઈને ચાલી ગઈ. પિયર ગામડામાં. ભાઈ બિચારો પંડ રળે ને પેટ પૂરે એવો. છતાં એણે સહુને આવકાર આપ્યો. બંને ભાણેજોને કેળવવા માંડ્યા. એ કેળવણી કેવી ? ખેતરોમાં કામ કરવાની, રાતે ચોકી કરવાની, ઢોરને ચરાવવાની ને ઘોડાને ખેલવવાની. ખેતીમાં ન રાત જોવાય ન દિવસ. ન જોવાય ચોમાસું કે ન For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ મંત્રી વિમળશાહ ર૫ * * * * * * * જોવાય બળબળતો ઉનાળો. કોતરો, જંગલો ને નદીનાળામાં રોજ આથડવાનું ! આમ ગ્રામીણ જીવન, ખુલ્લી કુદરત, ચોખ્ખી હવા ને ચોખ્ખાં દૂધ–ઘી વચ્ચે બંને બાળકો ઘડાતાં ચાલ્યાં. શરીરે ભારે ખડતલ બન્યાં. દોડવામાં થાક નહિ. તરવામાં થાક નહિ. મારામારી કરવામાંય થાક નહિ, તીર ચલાવવામાં તો એમને કોઈ ન પહોંચે. આખું ગામ વાહવાહ કરે. હીરાનાં તેજ અછતાં રહે. પાટણના નગરશેઠ શ્રી દત્તે એ તેજ પારખ્યાં. એમને પોતાની પુત્રી શ્રીદેવી માટે વિમળ યોગ્ય લાગ્યો. એક દિવસે ઘુઘરિયાળો રથ જોડાવી તેઓ વિમળને મોસાળ આવ્યા. પાટણના નગરશેઠ ગામડાગામમાં, ને વળી વિમળને પોતાની પુત્રી વરાવવા ! સહુનો હરખ ન માય. વીરમતી પોતાની સ્થિતિ જાણતી હતી. એને લાગ્યું કે આજે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે. વાડ વિના વેલો ન ચડે. નગરશેઠનું પડખું મળે છે, માટે જવા ન દેવું. થયાં વેવિશાળ, વહેંચાયા ગોળધાણા. તરત જ નગરશેઠે આગ્રહ કર્યો : “વિમળ ને નેઢ મોટા થયા છે. પાટણ આવો. શહેર વગર છોકરાંનાં પરાક્રમ શું જણાશે ?' વાત સાચી હતી. શાણી વીરમતી નગરશેઠની હૂંફે પાટણમાં આવી. થોડા દિવસે લગ્ન લેવાયાં. નગરશેઠની પુત્રી શ્રીદેવી. નામ એવા ગુણ. એણે થોડા દિવસમાં ઘર પોતાનું For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ • ૮ કરી લીધું. સાસુ કહે, વહુ તો મારું રાંકનું રતન છે. * મહિનાઓ ને વર્ષો વીતી ગયાં. પાટણના મહારાજા ભીમદેવ ભારે બાણાવાળી. દર વર્ષે વીરોત્સવ ઊજવે. દેશોદેશના તીરંદાજ નોતરે. આ વખતે પણ તેમણે ભારે ઠાઠથી ઉત્સવ શરૂ કર્યો હતો. મલ્લકુસ્તી, પટાબાજી, દોડ, કૂદવું, ઘોડેસવારી વગેરેની હરીફાઈ હતી. એમાં તીરંદાજો માટે પણ એક હરીફાઈ હતી. દૂર, એક ઊંચા ઝાડ પર ફળ લટકાવ્યું હતું. એને ડીંટામાંથી વીંધવાનું હતું. ફળ તો આખું રહે ને ડીંટું કપાઈ જાય. કામ ભારે કઠિન. સહુ કહે, આ પરીક્ષા જ ખોટી. આમાં કોઈ સફળ ન થાય. એ વેળા વિમળ ઊભો થયો. એણે એકસપાટે ડીંટું વીંધી નાખી ફળ નીચે પાડ્યું. મહારાજા ભીમદેવે શાબાશી આપી. વિમળ કહે : “મહારાજ, આ તો મામૂલી શરત હતી. હું ને મારો ભાઈ નેઢ હજી વધુ તીરંદાજ દાખવી શકીએ છીએ.' ને બંને ભાઈઓએ ઘણી ઘણી કરામત બતાવી. મહારાજાએ બંને જુવાનોને પાસે બોલાવ્યા. પડછંદ દેહ, અડીખમ શરીર, લાંબા હાથ ને મોટું માથું : બંને જુવાન એમને ગમી ગયા. પોતાના દરબારમાં રાખી લીધા. એ વેળા નગરશેઠે આવી ઓળખાણ આપી. મહારાજ, આ બંને For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મંત્રી વિમળશાહ * * * પાટણના એક વારના મહામંત્રી વીરના પુત્રો છે. મોટો પુત્ર મારો જમાઈ છે.” મહારાજે વિમળને પોતાનો દંડનાયક બનાવ્યો. નેઢને સલાહકાર મંડળમાં દાખલ કર્યો. | સિંધુ દેશની ગાદી પર હમીર સુમરો રાજ કરે. ભારે બળવાન. જેવો બળવાન એવો અભિમાની. બીજો રાજા રાવણ જોઈ લો. એણે ભલભલાનાં પાણી ઉતારી નાખેલાં. એક વાર એણે પડકાર કર્યો: ‘રાજા ભીમદેવની હું ખબર લઈ નાખીશ.” રાજા ભીમદેવ આ ખબર સાંભળી કોપ્યા. હમીરનું અભિમાન ઉતારવા લડાઈની તૈયારી કરી. નગારે ઘાવ દીધા. રણશિંગાં ફૂંકાયાં. પણ આ લડાઈ જેવીતેવી નહોતી. એમણે દંડનાયક વિમળશાહને તેમની સેના સાથે લીધા. ભારે યુદ્ધ થયું. હમીર સુમરો ને મહારાજા ભીમદેવ બાથંબાથ આવ્યા. હમીર હાર્યો ને મરાયો. મહારાજ જીત્યા. આ લડાઈમાં વિમળશાહે ભારે હોશિયારી બતાવેલી. મહારાજાના ચાર હાથ તેમના પર થયા. તેમની ચઢતી કળા થઈ. પણ સંસારમાં અદેખાઈ ક્યાં ઓછી છે ? બીજા અધિકારીઓ એમને હલકા પાડવા મહેનત કરવા લાગ્યા. એક જણાએ મહારાજ લહેરમાં હતા, ત્યારે કહ્યું: ‘શાહથી મોટો વિમળશાહ છે. એની રિદ્ધિ પાસે રાજાની રિદ્ધિ પણ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૮ ૨ ભાવલિ : ઝાંખી પડે.” શું કહો છો ? ચાલો ત્યારે જોવા જઈએ.” મહારાજાએ કહ્યું, ને વિમળશાહને કહેવરાવ્યું કે આજે મારે તમારા મહેમાન બનવું છે. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ! ભોળા વિમળશાહ તો રાજીના રેડ થઈ ગયા. વિમળશાહનું મકાન એટલે કળા, સુંદરતા ને શિલ્પનો ભંડાર. વળી શ્રીદેવી જેવી આદર્શ પત્ની, એટલે વ્યવસ્થાનું પૂછવું શું ? વળી નગરશેઠે ભારે કરકરિયાવર કરેલો. આ રિદ્ધિ-સિદ્ધિ જોઈ મહારાજા ભીમદેવની આંખ ફાટી ગઈ. પડખિયાઓએ ચઢાવ્યા : કોઈ દિવસે પાટણની ગાદી પચાવી ન પાડે. આખું લશ્કર પણ એની પાછળ ઘેલું છે. પૈસો ને લશ્કર, બે કબજામાં હોય પછી શું બાકી રહે? કાચા કાનનો રાજા ભોળવાઈ ગયો, પણ સામે પગલે કોઈ વિમળશાહનો સામનો ન કરી શકે. એક જીવલેણ કાવતરું યોજાયું. ભર્યા દરબારે સહુ બેઠા હતા, કે અચાનક બૂમ પડી, “અરે, વાઘ છૂટ્યો !” વાત ખરી હતી. શિકારમાં પકડી આણેલો વાઘ પાંજરામાંથી છૂટ્યો હતો, ને ખાઉં ખાઉં કરતો ધસતો આવતો હતો. બીજા બધા તો ભાગ્યા, પણ બહાદુર વિમળશાહ કાંઈ ભાગે ? એ તો સામે પગલે ગયા. પોતાનો ખેશ ડાબા હાથ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ મંત્રી વિમળશાહ .. .. . . . પર વીંટી લીધો, ને વાઘ જેવો મોં ફાડીને પાસે આવ્યો કે ખેસ વીંટેલો હાથ મોંમાં ટૂંસી દીધો. બીજે હાથે ગળું દાળ્યું. વાઘ મૂંઝાયો. બકરી મેં થઈ ગયો. ધક્કો મારીને પાછો પાંજરામાં ધકેલી દીધો. એ દિવસે વીર વાણિયો ભારે રૂડો લાગ્યો. વળી બીજી વાર એક મલ્લ સાથે એમની કસોટી થઈ. મલ્લવિદ્યામાં પણ વિમળશાહે પાણી બતાવ્યું. મારવા આવેલો મલ્લ એમને પગે પડ્યો. દુનિયામાં વિમળશાહની વાહ વાહ થઈ રહી. જેમ વાહ વાહ વધતી ગઈ, એમ દરબારીઓની ખટપટ પણ વધતી ગઈ. કહ્યું છે, કે દિલ બદલાય એટલે દુનિયા બદલાય. વિમળશાહની કીર્તિ જેમ વધુ પ્રસરતી ગઈ, તેમ મહારાજને વધુ ભય પેઠો. આખરે એક અજબ તુક્કો અજમાવ્યો. રાજાજીએ કહ્યું : “વિમળશાહ, રાજને ચોપડે તમારું લેણું નીકળે છે. તમારા દાદા લહિરના વખતનું છે. છપ્પન લાખ ટંકા છે.” વિકરાળ વાઘથી ન છૂજનારા, ભયાનક મલ્લ સામે દાવપેચ લડનારા વિમળશાહ આ સાંભળી ઠંડા થઈ ગયા. વિમળશાહને પોતાની સાથે રમાતી ગંદી રમતની ખાતરી થઈ ગઈ. તેમણે કહ્યું : “ભલે, ધણીને સૂઝયું તે ખરું. ધણીનો કોઈ ધણી છે?'' રોષભર્યા વિમળશાહ ઘેર આવ્યા. ડાહી પત્ની શ્રીદેવીને વાત કરી, એણે કહ્યું : “ધન ગયું તો ભલે ગયું, એ તો હાથનો For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૮ * * * મેલ છે. હવે આબરૂભેર પાટણમાંથી નીકળી જવું જોઈએ.’ તરત બે કાળા ઘોડા તૈયાર કરાવ્યા. કાળા લૂગડે ને ખાલી હાથે વિમળશાહ ને શ્રીદેવી બહાર નીકળ્યાં. આખા ગામમાં હાહાકાર થઈ રહ્યો. મહારાજા ભીમદેવના વફાદાર સરદાર સામંતસિંહે મહારાજાને ખરી ખરી સુણાવી : “અરે, વીરને આમ કમોતે મરાય? મોકલો એને કોઈ રણમેદાનમાં. રાજા, તમારી શોભા ઝાંખી થાય છે.' મહારાજા સમજ્યા. એમણે ફેરવી તોળ્યું. વિમળશાહને તેડાવ્યા ને કહ્યું : “અમે તમારી સેવાથી ખુશ છીએ. તમારું દેણું માફ કરીએ છીએ, પણ એક કામ કરો. ચંદ્રાવતીનો રાજા ધંધૂક ખૂબ માથાભારે છે. એને શિક્ષા કરો ને વહીવટ તમારા હાથમાં લઈ લો.” વિમળશાહ કાંઈ ન બોલ્યા. કેટલાક દિવસો પછી તેઓ ચંદ્રાવતી પર ચડાઈ લઈ ગયા. પાટણ એ દિવસે છોડ્યું તે છોડ્યું. ચંદ્રાવતીના રાજા ધંધૂકરાજને વિમળશાહની ચડાઈના ભણકારા વાગી ગયા. એ હતો તો માળવાના મહારાજા ભોજનો મિત્ર, પણ વિમળશાહે ચડાઈ એટલી ઝડપથી કરી કે એનાથી કાંઈ ન થયું. એણે દરવાજા ખુલ્લા મૂકી દીધા. પોતે નાસી ગયો. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ મંત્રી વિમળશાહ વિમળશાહે શહેરનો કબજો લીધો ને મહારાજા ભીમદેવનો ધ્વજ ફરકાવ્યો, તેમ જ તેમના નામનો જયજયકાર બોલાવ્યો. આ સમાચાર મહારાજા ભીમદેવને મળ્યા. તેમની આંખો ઊઘડી ગઈ. વીરને ત્રાસ આપ્યાનું દુઃખ થયું. તેમણે ચંદ્રાવતીના દંડનાયક તરીકેનું શાહી આજ્ઞાપત્રક મોકલ્યું. પોશાક ભેટ માટે મોકલ્યો ને પાટણ આવવા લખ્યું, પણ હવે રાજકાજમાંથી વિમળશાહનું મન ઊઠી ગયું હતું. એમનો અને શ્રીદેવીનો ધર્મપ્રેમી ને કળાપ્રેમી સ્વભાવ જાગી ઊઠ્યો. ચંદ્રાવતી નગરીને એમણે સુંદર બનાવવા માંડી. સુંદર રસ્તાઓ, મનોહર વાવો, રસ્તા પર ધર્મશાળાઓ બનાવી. બજારો વહેંચી નાખી. ચંદ્રાવતી તો ચંદ્રાવતી જ બની ગઈ. એવામાં જૈનાચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી આવ્યા. વિમળશાહ ને શ્રીદેવીને જોઈતું મળ્યું. લક્ષ્મી તો ચંચળ છે, પોતાની પાસે એકઠી થયેલી લક્ષ્મી ક્યાં વાપરવી, એ સૂરિરાજને પૂછ્યું. સૂરિજી કહે, કોઈ તીર્થનો ઉદ્ધાર કરો. વિમળશાહે આબુનો ઉદ્ધાર કરવાનો નિરધાર કર્યો. છક થઈ જાય એવાં દેરાં તૈયાર થયાં. એક ગણતરી મુજબ આશરે સાડા ચાર કરોડ રૂપિયા જમીન પાછળ ખર્ચાયા. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ર જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૮ અઢાર કરોડ, તેપન લાખ રૂપિયા દેરા પાછળ વપરાયા. પંદરસો કારીગરો ને બે હજાર મજૂરો હંમેશાં કામ કરતા. ભાર લાવવા-લઈ જવા માટે હાથી, બળદ ને ખચ્ચરની સંખ્યાનો તો સુમાર નહોતો. ૧૪૦ ફૂટ લાંબા ને ૯૦ ફૂટ પહોળા મંદિરમાં કળા જ કળા ઠાલવી દીધી. થાંભલા પર આમ્રપર્ણોની હાર, હાથીઘોડાની હાર, દેવદેવીઓના નાટારંભ કોતર્યા. રંગમંડપમાં તો જુદા જુદા ભાવવાળી પૂતળીઓ મૂકી. જાણે જીવ મૂકવાનું જ બાકી રાખ્યું. છતમાં સફેદ કમળ કંડોર્યા. હતાં તો પથ્થરનાં, પણ જાણે લાગે મીણનાં. કેટલેક ઠેકાણે તીર્થકર ભગવાનના જીવનના પ્રસંગો આલેખ્યા. તીર્થકરની માતાનાં ચોદ સ્વપ્ન ઉતાર્યા, નેમનાથની જાન જોડી, ભગવાન મહાવીરની બાલ્યવયની આમલકી ક્રીડા દેખાડી. વાહ રે કળાપ્રેમ, વાહ રે ધર્મરંગ! જીવ્યું તે આનું નામ ! કમાયા તે આનું નામ ! જેવાં આબુનાં દેરાં બાંધ્યાં, એવાં કુંભારિયાજી ને આરાસણનાં બાંધ્યાં. બાંધીને અમર નામના મૂકી ગયા. પ્રભાતકાળે એવા સુકર્મીનાં નામ સંભરાય. બાકી તો ઘણા જન્મશે ને મરશે; એમને કોઈ નહિ સમરે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨ કુિલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮, મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધન્નો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ . | વિ पामोमिद्धा णमोआयरिथ पायाण cવણી, સત્ય, અહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલગ્રંથાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારનો બોધ બાળકોના q47i Serving Jinshasan Jain Education atemational For Personal Private Use Only www.jainelibrary or