________________
મંત્રી વિમળશાહ
વિમળશાહે શહેરનો કબજો લીધો ને મહારાજા ભીમદેવનો ધ્વજ ફરકાવ્યો, તેમ જ તેમના નામનો જયજયકાર બોલાવ્યો.
આ સમાચાર મહારાજા ભીમદેવને મળ્યા. તેમની આંખો ઊઘડી ગઈ. વીરને ત્રાસ આપ્યાનું દુઃખ થયું. તેમણે ચંદ્રાવતીના દંડનાયક તરીકેનું શાહી આજ્ઞાપત્રક મોકલ્યું. પોશાક ભેટ માટે મોકલ્યો ને પાટણ આવવા લખ્યું, પણ હવે રાજકાજમાંથી વિમળશાહનું મન ઊઠી ગયું હતું.
એમનો અને શ્રીદેવીનો ધર્મપ્રેમી ને કળાપ્રેમી સ્વભાવ જાગી ઊઠ્યો. ચંદ્રાવતી નગરીને એમણે સુંદર બનાવવા માંડી. સુંદર રસ્તાઓ, મનોહર વાવો, રસ્તા પર ધર્મશાળાઓ બનાવી. બજારો વહેંચી નાખી. ચંદ્રાવતી તો ચંદ્રાવતી જ બની ગઈ.
એવામાં જૈનાચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી આવ્યા. વિમળશાહ ને શ્રીદેવીને જોઈતું મળ્યું. લક્ષ્મી તો ચંચળ છે, પોતાની પાસે એકઠી થયેલી લક્ષ્મી ક્યાં વાપરવી, એ સૂરિરાજને પૂછ્યું.
સૂરિજી કહે, કોઈ તીર્થનો ઉદ્ધાર કરો. વિમળશાહે આબુનો ઉદ્ધાર કરવાનો નિરધાર કર્યો. છક થઈ જાય એવાં દેરાં તૈયાર થયાં.
એક ગણતરી મુજબ આશરે સાડા ચાર કરોડ રૂપિયા જમીન પાછળ ખર્ચાયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org