________________
૧૬
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૮
Sાવો ?
તમારી કન્યા પરણાવો.”
નટ કહે, “અન્નદાતા!કન્યાને અમે વેચવાનથી લાવ્યા.ધન તો આજ છે ને કાલ નથી. કંઈ રતન જેવી દીકરી એમ અપાય ? વળી તમને કન્યા આપીએ તો અમારા કુળને એબ લાગે.”
ઇલાચી કહે, “એ કેવી રીતે? હું તો છું વાણિયો ને તમે છો નટ.”
નટ કહે, “શેઠ! તમે ગમે તેવા હો, પણ અમારી નાતમાં ને અમારા ધંધાવાળાને કન્યા અપાય. નહિ તો લોક લાંછન આપે.”
ઇલાચી કહે, “કોઈ પણ રીતે તમારી કન્યા મને પરણાવો ખરા?”
નટે કહ્યું : “હા. એક રીત છે. તમે પણ અમારા જેવા નટ બનો. અને અમારી વિદ્યામાં કુશળ થાઓ. પછી ખેલ કરીને કોઈ રાજાને રીઝવો. તે જે ભેટ આપે તેનાથી અમારી નાતને જમાડો, તો અમારી કન્યા આપીએ.”
ઇલાચી કહે, “કબૂલ ! કબૂલ ! હું તે પ્રમાણે કરીશ ને તમારી કન્યા પરણીશ.'
રાત પડી. સહુ જીવજંતુ જંપી ગયાં. સઘળું સૂનકાર થઈ ગયું. ઇલાચી એ વખતે ઊઠ્યો. કપડાં પહેરીને તૈયાર થયો. નથી કોઈ જાગતું કે નથી કોઈ સસળતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org