SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી વિમળશાહ રામ અને લક્ષ્મણ જેવી બે ભાઈની જોડી. એકનું નામ વિમળ, બીજાનું નામ નેઢ. દશાની ચઢતીપડતી છે. મૂળ તો પાટણનાં મંત્રીપદાં એમના બાપદાદાઓએ કરેલાં. ચાવડા વંશના રાજાઓના વખતમાં અને સોલંકી વંશના રાજાઓના વખતમાં તેઓએ તન, મન ને ધનથી ગુજરાતની સેવા કરેલી. પણ વખત ફર્યો. વહાલાં હતાં એ બધાં વેરી બન્યાં. સહુ એમને હેરાન કરવામાં રાજી રહે. બંને છોકરાની મા વીરમતી બહુ શાણી. એણે સમય પારખો; ને પાટણ છોડી પોતાને પિયર બાલુડાંને લઈને ચાલી ગઈ. પિયર ગામડામાં. ભાઈ બિચારો પંડ રળે ને પેટ પૂરે એવો. છતાં એણે સહુને આવકાર આપ્યો. બંને ભાણેજોને કેળવવા માંડ્યા. એ કેળવણી કેવી ? ખેતરોમાં કામ કરવાની, રાતે ચોકી કરવાની, ઢોરને ચરાવવાની ને ઘોડાને ખેલવવાની. ખેતીમાં ન રાત જોવાય ન દિવસ. ન જોવાય ચોમાસું કે ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005464
Book TitleMayanrekha Ilachikumar Dhanya Ahimsa
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy