________________
મયણરેખા
૧૩
" પટરાણીએ જોયું કે રાજાથી આ ગરબડ ખમાતી નથી એટલે કહ્યું: “સહુ અકેક કંકણ રાખો ને ચંદન ઘસો.'
બધાએ તેમ કર્યું. અવાજ બંધ થઈ ગયો. નમિરાજને શાંતિ થઈ. તે જ ક્ષણે વિચાર થયો : “અહા ! એક જ કંકણ હોય તો કેવી શાંતિ રહે છે ! ખરેખર વધારેમાં જ દુઃખ છે. મનુષ્ય પણ બધાની ધમાલ છોડી પોતાના એક આત્મભાવે રહે તો કેટલી શાંતિ મળે ! ખરેખર ત્યાગ અને એકલભાવ એ જ ધર્મ છે. હું તેનું આરાધન કરું ને સુખ પામું.” - આવો વિચાર કરી તે સાજો થયો એટલે તરત દીક્ષા લીધી. આ રાજર્ષિ નમિરાજનો વૈરાગ્ય અદ્ભુત હતો. તેમની દેવે કેવી રીતે પરીક્ષા કરી અને તેમાંથી તે કેવી રીતે પસાર થયા તેની હકીકત ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં આપેલી છે. પવિત્ર જીવન ગાળતાં તેમનો મોક્ષ થયો. ચંદ્રયશા પણ પવિત્ર જીવનથી મોક્ષ પામ્યા. સાધ્વી સુવ્રતા પણ તપત્યાગથી પૂરાં પવિત્ર થયાં ને નિર્વાણ પામ્યાં.
ધન્ય છે પતિને ધર્મ પમાડનાર મહાસતી મયણરેખાને ! ધન્ય છે આત્મકલ્યાણ સાધનારી પવિત્ર આર્યાઓને !
રૂપ મળો તો એવાને મળજો ! સંપત મળે તો એવાં સદ્ગણીને મળજો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org