________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૮ . . . . .
નમિરાજ પણ કોઈ પણ ભોગે લડાઈ કરી છેડો લાવવા ઇચ્છે છે. એટલે તેણે લડાઈની તેયારી કરી. સિપાઈઓએ જયનાદ કર્યા; નમિરાજ મહારાજકી જે.
નગરમાંથી પણ જવાબ આવ્યોઃ “ચંદ્રયશા મહારાજકી છે.”
હવે નમિરાજ ચાલવાની તૈયારી કરે છે, એવામાં છેટેથી બે સાધ્વીઓને આવતી જોઈ, તે એમની પાસે ગયા ને વંદન કર્યું. નમ્રતાથી પૂછ્યું:
“હે મહાસતીજી ! આ લડાઈના મેદાનમાં આપનું પધારવું કેમ થયું?”
સાધ્વી ગંભીર શબ્દ બોલ્યાં “રાજન્ ! આ મનુષ્યોનો સંહાર શાને માટે કરો છો ? આ લોહીની નદીઓ વહેવરાવીને મેળવેલો જય તમારું શું ભલું કરી શકે એમ છે? અને તેમાંયે ભાઈએ ભાઈની સાથે યુદ્ધ કરવું તે શું વાજબી છે?”
નમિરાજ કહે, “મહાસતીજી ! આપ તો જગતના બધા જીવોને સરખા ગણો, એટલે ભાઈ જ કહો, પણ એવા છકી ગયેલાઓની સાન ઠેકાણે લાવવા માટે આ યુદ્ધ કરવું જ પડશે.'
આ સાધ્વી તે જ સુવ્રતા-મહાસતી મયણરેખા. તે બોલ્યાં;
હે રાજા, તે તમારો સગો ભાઈ થાય છે. તમને બંનેને જન્મ દેનારી હું આ રહી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org