________________
૧૧
મયણરેખા *
- - - નમિરાજ કહે, કેવી ગપ્પ ! એ કેવી રીતે હોઈ જ શકે? મહાસતીજી ! આવી વાતો સાંભળવાનો હવે વખત નથી. ચાલો શૂરા સરદારો ! આગળ કદમ બઢાવો.'
સાધ્વી સુવ્રતા બોલ્યાં: ‘પણ સબૂર, રાજન્ ! મારી એક નજીવી માગણી કબૂલ કરશો ? અર્ધા જ કલાક ફક્ત લડાઈ બંધ રાખો ને મને નગરમાં જવા દો.”
નમિરાજ આ માગણીનો ઇનકાર કરી શક્યો નહીં. તેણે કહ્યું: ‘ભલે આપના વચનની ખાતર હું અર્ધા કલાક થોભીશ..
એક સરદાર સાધ્વીજીને લઈ ચાલ્યો. સાધ્વીજી ચંદ્રયશા કુમાર પાસે આવ્યાં. રાજા ચંદ્રયશાએ પોતાની માતાને સાધ્વીના વેશમાં આવતી જોઈ, એણે નમસ્કાર કર્યા. ચંદ્રયશાએ માતાનો સ્નેહ ચાખ્યો હતો. નમિરાજ જન્મથી છૂટો પડ્યો હતો.
સાધ્વીજીએ ચંદ્રયાને ઓળખાણ આપી એટલે તે નમી પડ્યો ને બોલ્યોઃ “આપ જેમ કહો તેમ કરવા તૈયાર છું.’
સુવ્રતા બોલ્યાં : “નમિને તો જન્મથી છાંડ્યો છે, પણ તેં તો મારાં ધાવણ ધાવ્યાં છે. માની વાત માની લે. મોટો ભાઈ બની જા. નાના ભાઈને જોઈએ તે આપી દે. તેના સ્વાગતની તૈયારી કર, તેને પ્રેમથી ભેટ. આપી દે જોઈએ તે. તું તો મોટો ભાઈ છે.'
ચંદ્રયશાએ તે કબૂલ કર્યું. સામૈયાની તૈયારી કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org