Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ મંત્રી વિમળશાહ .. .. . . . પર વીંટી લીધો, ને વાઘ જેવો મોં ફાડીને પાસે આવ્યો કે ખેસ વીંટેલો હાથ મોંમાં ટૂંસી દીધો. બીજે હાથે ગળું દાળ્યું. વાઘ મૂંઝાયો. બકરી મેં થઈ ગયો. ધક્કો મારીને પાછો પાંજરામાં ધકેલી દીધો. એ દિવસે વીર વાણિયો ભારે રૂડો લાગ્યો. વળી બીજી વાર એક મલ્લ સાથે એમની કસોટી થઈ. મલ્લવિદ્યામાં પણ વિમળશાહે પાણી બતાવ્યું. મારવા આવેલો મલ્લ એમને પગે પડ્યો. દુનિયામાં વિમળશાહની વાહ વાહ થઈ રહી. જેમ વાહ વાહ વધતી ગઈ, એમ દરબારીઓની ખટપટ પણ વધતી ગઈ. કહ્યું છે, કે દિલ બદલાય એટલે દુનિયા બદલાય. વિમળશાહની કીર્તિ જેમ વધુ પ્રસરતી ગઈ, તેમ મહારાજને વધુ ભય પેઠો. આખરે એક અજબ તુક્કો અજમાવ્યો. રાજાજીએ કહ્યું : “વિમળશાહ, રાજને ચોપડે તમારું લેણું નીકળે છે. તમારા દાદા લહિરના વખતનું છે. છપ્પન લાખ ટંકા છે.” વિકરાળ વાઘથી ન છૂજનારા, ભયાનક મલ્લ સામે દાવપેચ લડનારા વિમળશાહ આ સાંભળી ઠંડા થઈ ગયા. વિમળશાહને પોતાની સાથે રમાતી ગંદી રમતની ખાતરી થઈ ગઈ. તેમણે કહ્યું : “ભલે, ધણીને સૂઝયું તે ખરું. ધણીનો કોઈ ધણી છે?'' રોષભર્યા વિમળશાહ ઘેર આવ્યા. ડાહી પત્ની શ્રીદેવીને વાત કરી, એણે કહ્યું : “ધન ગયું તો ભલે ગયું, એ તો હાથનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36