________________
૩ર
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૮
અઢાર કરોડ, તેપન લાખ રૂપિયા દેરા પાછળ વપરાયા.
પંદરસો કારીગરો ને બે હજાર મજૂરો હંમેશાં કામ કરતા. ભાર લાવવા-લઈ જવા માટે હાથી, બળદ ને ખચ્ચરની સંખ્યાનો તો સુમાર નહોતો.
૧૪૦ ફૂટ લાંબા ને ૯૦ ફૂટ પહોળા મંદિરમાં કળા જ કળા ઠાલવી દીધી. થાંભલા પર આમ્રપર્ણોની હાર, હાથીઘોડાની હાર, દેવદેવીઓના નાટારંભ કોતર્યા. રંગમંડપમાં તો જુદા જુદા ભાવવાળી પૂતળીઓ મૂકી. જાણે જીવ મૂકવાનું જ બાકી રાખ્યું. છતમાં સફેદ કમળ કંડોર્યા. હતાં તો પથ્થરનાં, પણ જાણે લાગે મીણનાં.
કેટલેક ઠેકાણે તીર્થકર ભગવાનના જીવનના પ્રસંગો આલેખ્યા. તીર્થકરની માતાનાં ચોદ સ્વપ્ન ઉતાર્યા, નેમનાથની જાન જોડી, ભગવાન મહાવીરની બાલ્યવયની આમલકી ક્રીડા દેખાડી.
વાહ રે કળાપ્રેમ, વાહ રે ધર્મરંગ! જીવ્યું તે આનું નામ ! કમાયા તે આનું નામ !
જેવાં આબુનાં દેરાં બાંધ્યાં, એવાં કુંભારિયાજી ને આરાસણનાં બાંધ્યાં. બાંધીને અમર નામના મૂકી ગયા.
પ્રભાતકાળે એવા સુકર્મીનાં નામ સંભરાય. બાકી તો ઘણા જન્મશે ને મરશે; એમને કોઈ નહિ સમરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org