Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૨૭ મંત્રી વિમળશાહ * * * પાટણના એક વારના મહામંત્રી વીરના પુત્રો છે. મોટો પુત્ર મારો જમાઈ છે.” મહારાજે વિમળને પોતાનો દંડનાયક બનાવ્યો. નેઢને સલાહકાર મંડળમાં દાખલ કર્યો. | સિંધુ દેશની ગાદી પર હમીર સુમરો રાજ કરે. ભારે બળવાન. જેવો બળવાન એવો અભિમાની. બીજો રાજા રાવણ જોઈ લો. એણે ભલભલાનાં પાણી ઉતારી નાખેલાં. એક વાર એણે પડકાર કર્યો: ‘રાજા ભીમદેવની હું ખબર લઈ નાખીશ.” રાજા ભીમદેવ આ ખબર સાંભળી કોપ્યા. હમીરનું અભિમાન ઉતારવા લડાઈની તૈયારી કરી. નગારે ઘાવ દીધા. રણશિંગાં ફૂંકાયાં. પણ આ લડાઈ જેવીતેવી નહોતી. એમણે દંડનાયક વિમળશાહને તેમની સેના સાથે લીધા. ભારે યુદ્ધ થયું. હમીર સુમરો ને મહારાજા ભીમદેવ બાથંબાથ આવ્યા. હમીર હાર્યો ને મરાયો. મહારાજ જીત્યા. આ લડાઈમાં વિમળશાહે ભારે હોશિયારી બતાવેલી. મહારાજાના ચાર હાથ તેમના પર થયા. તેમની ચઢતી કળા થઈ. પણ સંસારમાં અદેખાઈ ક્યાં ઓછી છે ? બીજા અધિકારીઓ એમને હલકા પાડવા મહેનત કરવા લાગ્યા. એક જણાએ મહારાજ લહેરમાં હતા, ત્યારે કહ્યું: ‘શાહથી મોટો વિમળશાહ છે. એની રિદ્ધિ પાસે રાજાની રિદ્ધિ પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36