________________
મંત્રી વિમળશાહ
ર૫ * * * * * * * જોવાય બળબળતો ઉનાળો. કોતરો, જંગલો ને નદીનાળામાં રોજ આથડવાનું !
આમ ગ્રામીણ જીવન, ખુલ્લી કુદરત, ચોખ્ખી હવા ને ચોખ્ખાં દૂધ–ઘી વચ્ચે બંને બાળકો ઘડાતાં ચાલ્યાં. શરીરે ભારે ખડતલ બન્યાં. દોડવામાં થાક નહિ. તરવામાં થાક નહિ. મારામારી કરવામાંય થાક નહિ, તીર ચલાવવામાં તો એમને કોઈ ન પહોંચે. આખું ગામ વાહવાહ કરે.
હીરાનાં તેજ અછતાં રહે. પાટણના નગરશેઠ શ્રી દત્તે એ તેજ પારખ્યાં. એમને પોતાની પુત્રી શ્રીદેવી માટે વિમળ યોગ્ય લાગ્યો. એક દિવસે ઘુઘરિયાળો રથ જોડાવી તેઓ વિમળને મોસાળ આવ્યા. પાટણના નગરશેઠ ગામડાગામમાં, ને વળી વિમળને પોતાની પુત્રી વરાવવા ! સહુનો હરખ ન માય. વીરમતી પોતાની સ્થિતિ જાણતી હતી. એને લાગ્યું કે આજે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે. વાડ વિના વેલો ન ચડે. નગરશેઠનું પડખું મળે છે, માટે જવા ન દેવું.
થયાં વેવિશાળ, વહેંચાયા ગોળધાણા. તરત જ નગરશેઠે આગ્રહ કર્યો : “વિમળ ને નેઢ મોટા થયા છે. પાટણ આવો. શહેર વગર છોકરાંનાં પરાક્રમ શું જણાશે ?'
વાત સાચી હતી. શાણી વીરમતી નગરશેઠની હૂંફે પાટણમાં આવી. થોડા દિવસે લગ્ન લેવાયાં. નગરશેઠની પુત્રી શ્રીદેવી. નામ એવા ગુણ. એણે થોડા દિવસમાં ઘર પોતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org