Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ ઇલાચીકુમાર .....نه એકદમ વધી ગઈ. અને તેને ત્યાં જ જગતનું સાચું જ્ઞાનકેવળજ્ઞાન થયું. અહીં નટકન્યા પણ વિચારવા લાગી : “બળ્યું આ રૂપ ! આ રૂપને મોહી ઇલાચીએ ઘરબાર છોડ્યાં અને આટલાં દુઃખ ભોગવ્યાં. વળી આ રાજાને પણ અવળી મતિ સૂઝી ! હા, આ જીવે જન્મીને શું સારું કર્યું ? હવે ક્યાં સુધી આવું જીવન જીવવું? ચાલ હવે તો મન, વચન ને કાયા જીતી મારા આત્માનું કલ્યાણ કરું.” આવા વિચારો કરતાં તેને પણ કેવળજ્ઞાન થયું. રાજારાણીએ આ બંનેનાં જીવનમાં એકાએક ફેરફાર જોયો, અને તેમને પણ પોતપોતાના જીવનસંબંધી વિચારો આવ્યા. તે વિચારોથી હૃદય તદન પવિત્ર થતાં તેમને પણ કેવળજ્ઞાન થયું. આ ચારે કેવળજ્ઞાનીઓ લાંબા વખત સુધી આ દુનિયા પર ફર્યા તે દરમિયાન તેમના પવિત્ર જીવનની ઘણા ઉપર અસર થઈ. તેમના અમૃત શા ઉપદેશથી ઘણાનાં જીવન પલટાઈ ગયાં. પોતાનું આયુષ્ય પૂરું થતાં બધાં નિર્વાણ પામ્યાં. ધન્ય છે ઇલાચી જેવા સાહસિક નરવીરોને ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36