________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૮ . . . . . . . . વહાણ ડુબાડશો નહિ. મારી ખાતર પણ એક વખત ખેલ કરો.”
ઇલાચીએ પાંચમી વખત ખેલ શરૂ કર્યો. તે વાંસની ટોચે જઈને ઊભો. આ વખતે તેણે એક બનાવ જોયો. એક ઘરના બારણે રૂપરૂપના અંબાર જેવી એક બાઈ હાથમાં રૂપાનો થાળ લઈને ઊભી છે. માંહી ભરી છે મીઠાઈ ને બીજી સુંદર વસ્તુઓ. તે આગ્રહ કરી કરીને એક મુનિરાજને વહોરાવે છે, પણ મુનિરાજ તે લેતા નથી, તેમ પોતાની આંખ પણ ઊંચી કરતા નથી.
આ જોઈ ઇલાચીને વિચાર આવ્યા. “અહા ! ધન્ય છે આ મુનિને ! જોબન વય છે, આગળ આટલી રૂપવતી સ્ત્રી ઊભી છે, પણ તેમનું રૂંવાડું પણ ફરકતું નથી. અને હું? હું તો એક નટડીને કાજે ઘરબાર, ધર્મધ્યાન બધું છોડીને દેશદેશાવર ભટકું છું. પેલા મુનિરાજને એ સ્ત્રી આગ્રહ કરી કરીને વહોરાવે છે, પણ એ લેતા નથી. અને હું દાન લેવાને માટે જીવના જોખમે આ વાંસ પર ચડીને ખેલ કરું છું. અને તેમ છતાંય દાન મળતું નથી.'
ખરેખર ! આ મોહમાં ફસાઈ મેં મારો અમૂલ્ય વખત નકામો ગાળ્યો. હવે તો હું પણ એ સાધુરાજ જેવો થાઉં. અને એમના જીવનનો આનંદ અનુભવું.”
આવા વિચારો કરતાં કરતાં ઇલાચીના મનની પવિત્રતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org