Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ ઇલાચીકુમાર જોયો નથી. મારું મન રાજકાજના વિચારમાં રોકાયું હતું.’ ઇલાચી ફરીથી ખેલ કરવા મંડ્યો. નટલોકો જોરથી પોતાનાં ઢોલ વગાડવા લાગ્યા. એય ભલા ! એય ભલા !' કહી તેને શૂર ચડાવવા લાગ્યા. ઇલાચીએ અદ્ભુત ખેલ કર્યો. પછી નીચે ઊતરી રાજાને સલામ ભરી. રાજાએ કહ્યું : ‘નાયક ! તમે ખેલ ક૨વા માંડ્યો ને હું જરા વાતે વળગ્યો. તમારો ખેલ જોવાયો નહિ, ફરી ખેલ કરો. આ વખતે ધ્યાનથી જોઈશ.' ઇલાચી ત્રીજી વખત ખેલ કરવા લાગ્યો, પણ રાજા પ્રસન્ન થયો નહિ. રાજાના પેટમાં પાપ હતું કે આ કોઈ રીતે મરે છે. એટલે તે શેનો વખાણે ? ૨૧ ઇલાચી નિરાશ થયો. આ જોઈ નટડીએ કહ્યું : ‘ઇલાચી ! નિરાશ ન થાઓ. થોડા સારુ બધું બગાડશો નહિ. એક વખત ફરીથી ખેલ કરીને રાજાને પ્રસન્ન કરો, નહીંતર આપણાં લગ્ન નહીં થાય.’ ઇલાચી ચોથી વાર દોરડે ચડ્યો. અજાયબી પમાડે તેવો ખેલ કર્યો છતાં એ રાજા રીઝ્યો નહિ ! બધા માણસોને વહેમ પડ્યો કે રાજાના પેટમાં કંઈક પાપ છે. પટરાણીને પણ વહેમ પડ્યો કે જરૂ૨ રાજાના મનમાં કંઈક દગો છે. ઇલાચીની નિરાશાનો પાર રહ્યો નહિ. નટડી આ જોઈ બોલી : ‘ઇલાચી ! હવે એક વખત ખેલ કરો. કિનારે આવેલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36