________________
ઇલાચીકુમાર
દરબારગઢના ચોકમાં ઇલાચીએ તૈયારી કરવા માંડી. પ્રથમ જમીન સાફસૂફ કરી ને પછી ખોડ્યા વાસ. તેના પર દોરડાં બાંધ્યાં.
ચોકની ચારે બાજુ કનાત બંધાઈ ને બેઠકો ગોઠવાઈ. તેમાં રાજા બેઠા, દીવાન બેઠા, શાહુકાર ને શ્રીમંત બેઠા. અધિકારીઓ પણ બધા એકઠા થયા. શું શેઠ, શું નોકર ! શું નાનો, શું મોટો ! શહેર આખું ખેલ જોવા ભેગું થયું. રાજાની બધી રાણીઓ ઉપર ગોખમાં બેસી ગઈ.
ઇલાચીના દિલમાં ઉમંગનો પાર નથી. બાર બાર વર્ષ સુધી કરેલાં આકરાં તપ આજે જરૂર ફળશે એવો તેને દૃઢ વિશ્વાસ છે. તેણે સુંદર પોશાક ધારણ કર્યો. ઇષ્ટદેવનું સ્મરણ કર્યું. પછી ચોકની વચ્ચે આવી પોતાનો ખેલ શરૂ કર્યો, કેવી રીતે?
તે દોરડા ઉપર ચડ્યો. પછી પગે પહેરી પાવડી. પછી એક હાથમાં લીધી ઢાલ ને બીજા હાથમાં લીધી તલવાર અને દોરડા પર ચાલવા માંડ્યું. થોડું ચાલીને અવળો ફરી ગયો. લોકો અંદર અંદર બોલવા લાગ્યા : “વાહવાહ ! વાહવાહ ! કેવો સુંદર ખેલ છે ને!
ઇલાચીએ બીજો ખેલ શરૂ કર્યો. પોતાના માથે એક પછી એક એમ સાત બેડાંની હેલ ચડાવી. પછી વાંસની ઘોડી પર લાંબો વાંસ બાંધ્યો અને તે ઉપર ચડ્યો. ટોચે પહોંચી તેને હલાવવા લાગ્યો. વાંસ આમ ડોલે તેમ ડોલે, પણ ઇલાચીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org