Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ • ૮ અહીં નમિરાજ વિચાર કરે છે. અરે, સાધ્વી તો આવી નહીં. હવે મારે યુદ્ધ કરવું જ પડશે. એવામાં નગરના તોતિંગ દરવાજા ઊઘડ્યા, ચંદ્રયશાનું લશ્કર દેખાયું. પણ આશ્ચર્ય ! કોઈની પાસે હથિયાર નહીં. ચંદ્રયશા સહુથી મોખરે હતો. તે મિરાજની છાવણીમાં આવ્યો. મિરાજને ખાતરી થઈ કે મારો આ માજણ્યો ભાઈ છે, નહીંતર આમ કેમ આવે ! કુદરતી રીતે જ તેને પ્રેમ થયો ને તે પણ સામે દોડ્યો. બંને ભાઈઓ પ્રેમથી ભેટી પડ્યા. લશ્કર આખું અચંબો પામ્યું. બધી હકીકત જાણીને વધારે અચંબો પામ્યું. મિરાજની વાજતેગાજતે સુદર્શનપુરમાં પધરામણી થઈ. સુવ્રતા સાધ્વીની શુભ ભાવના ફળી. સાચી ભાવના ફળ્યા વિના કેમ રહે ! ચંદ્રયશાને સાધ્વીજીનો સમાગમ વધ્યો, એટલે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને દીક્ષા લેવાનું મન થયું. તેમણે મિરાજને ગાદી સોંપી ને દીક્ષા લીધી. મિરાજનું રાજ્ય ખૂબ વધ્યું, પણ ત્યાર પછી થોડા વખતમાં તેમને બળતરિયો તાવ થયો. આ વાતની શાંતિ ક૨વા તેમની સ્ત્રી ચંદન ઘસી ઘસીને ચોપડવા લાગી. ચંદનથી શાંતિ થઈ, પણ તે ઘસતાં સ્ત્રીઓનાં કંકણનો ખૂબ ખડખડાટ થયો. આ અવાજ તેમનાથી ન ખમાયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36