Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ ઇલાચીકુમાર ટોળું ‘એય ભલા ! એય ભલા !’ બોલી રહ્યું છે. એ ટોળામાં એક નવજુવાન કન્યા છે. રૂપ રૂપનો તે ભંડાર છે. ૧૫ ઇલાચી તેને જોતાં જ ઠરી ગયો. આ તે દેવી હશે કે અપ્સરા ? આવું રૂપ તો મેં કોઈ દિવસ જોયું જ નથી. ઇલાચી તેને ધારી ધારી જોવા લાગ્યો. અને મનમાં નક્કી કર્યું કે પરણું તો આ કન્યાને જ પરણું. * જમવાનો સમય થયો, પણ ઇલાચી આવ્યો નહિ. ધનદત્ત શેઠ તપાસ કરવા ઊઠ્યા કે ઇલાચી ક્યાં છે ? ભાઈ એક ખૂણામાં જેમતેમ સૂતા છે. મોં તદ્દન ઊતરી ગયું છે. ધનદત્ત શેઠે પૂછ્યું : ‘ઇલાચી ! છે શું ? આજે તું આટલો બધો દિલગીર કેમ ?” તેણે દિલ ખોલીને વાત કરી : પિતાજી ! ગામમાં નટલોક ૨મવા આવ્યા છે. તેમને એક જુવાન કન્યા છે. અહા ! શું તેનું રૂપ ! તે મને પરણાવો.’ ધનદત્ત શેઠ કહે : ગાંડા ! આવી લત તે ક્યાંથી લાગી ? નટડીને તે આપણા ઘરમાં ઘલાય ? ક્યાં આપણી નાત ! ક્યાં નટની નાત ! આપણી નાતમાં ઘણી કન્યાઓ છે તેમાંથી તું કહે તે પરણાવું.' પિતાના આવા વિચાર સાંભળી ઇલાચી કંઈ બોલ્યો નહિ . સાંજે ન ખાધું ન પીધું ને ઊઠી ગયો. રાતે નટને છાનામાના બોલાવ્યા અને વાત કરી : માગો તેટલું ધન આપું, પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36