________________
ઇલાચીકુમાર
ઢીંગ ઢીંગ ઢમ, ઢીંગ ઢીંગ ઢમ, ઢોલક વાગવા લાગ્યાં. પીંઈઈઈ પીઈઈઈ પીંઈઈઈ શરણાઈ બોલવા લાગી.
થોડી વારમાં વાંસ ખોડાયા ને તે પર નટનાં દોરડાં બંધાયાં. “એય ભલા ! એય ભલા !' કરતા નટલોકો તેના ઉપર ખેલ કરવા લાગ્યા. - ઇલાવર્ધન નગરના લોકો આ ખેલ જોવા નગરના ચોકમાં ટોળે મળ્યા. આ ચોકના માથે મોટી મનોહર મહેલાતો છે. તેને સુંદર ઝરૂખા છે. નાજુક ગોખ છે. તેની ભીંતો ને છતો કારીગરીનો ભંડાર છે. ધનથી છલકાતો ધનદત્ત શેઠ તેમાં રહે છે. તેને એક નવજુવાન દીકરો છે. તેનું નામ ઇલાચી.
નટને મેડી નીચે રમતા જોઈ તેણે ગોખમાં ડોકિયું કર્યું.
ત્યાં શું જોયું ? એક નટે પગે જમૈયા બાંધ્યા છે. બે હાથે વાંસ પકડ્યો છે ને દોરડા પર ચાલી રહ્યો છે. નીચે નટનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org