Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૮ હાલે મારશે. એ પુત્રને લઈને નાઠી. માર્ગમાં ભારે કાંટાઝાંખરાં ! પુત્ર તો છૂટો પડી ગયો, ને રાણીને તો થોડી વારમાં પેટમાં પીડ જાગી. એ તો શું હાથપગ પછાડે ? ભર્યા જંગલમાં એકલી. એક સરોવરના કાંઠે મૃગલીની જેમ તરફડે. થોડી વારે એણે એક બાળકનો જન્મ આપ્યો. ધીરે ધીરે કિનારે જઈ બાળકને સ્વચ્છ કર્યો. પહેરેલા વસ્ત્રમાંથી અડધું ફાડી ઝોળી કરી સુવાડ્યો. પછી પોતે નાહવા ગઈ. શું એનું રૂપ ! સરોવરમાં જાણે સોનેરી કમળ ખીલ્યું. પાસે જ એક વિદ્યાધર રાજા રાજ કરે. એના હાથી સરોવરમાં સ્નાન કરવા આવેલા. એમણે આ સુવર્ણ કમળશી સ્ત્રી નીરખી. સૂંઢમાં ઉપાડીને ચાલ્યા. રાણી તો રૂવે રૂવે અપરંપાર ! અરે, મારું બાળ, એને કોણ સાચવશે ? પણ હાથી તે કંઈ માને ? આખી રાત તેઓ ચાલ્યા. સવારે એક પર્વતની તળેટીમાં આવી પહોંચ્યા. ઉપર એમનો વિદ્યાધર રાજા રહે. સ્ફટિકના મહેલ ને હીરાના થાંભલા. નીલમની અગાસીઓ ને પન્નાના ગોખ ! રસ્તા બધા સોનાથી રસેલ ! રાજા વિદ્યાધર સુંદર વિમાન લઈ આવ્યો. એણે મયણરેખાને જોઈ. એનું મન મોહી ગયું. એણે કહ્યું: ‘હે પૃથ્વીની પદમણી ! મને વર !' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36