Book Title: Mayanrekha Ilachikumar Dhanya Ahimsa Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૮ લો. પૃથ્વી પર સ્વર્ગનું સુખ ભોગવે. એક વાર રાજા મણિરથ ગોખમાં બેઠો છે. સામે નાના ભાઈનો આવાસ છે. નાના ભાઈની વહુ મણ રેખા તાજું સ્નાન કરીને પોતાનો લાંબો વાયભરનો ચોટલો સૂકવી રહી છે. અરે, શું સ્વર્ગની અપ્સરા તો નથી ને ! કામી રાજાની આંખ ત્યાં ચોંટી રહી. એનું મન દીવાનું બની ગયું. અરે, આવી રૂપરૂપની રંભા સ્ત્રીની હું મેળવું તો જ ખરો ! એના મનમાં રહેલી શુભ ભાવનાએ કહ્યું: ‘રે, એ તો નાના ભાઈની સ્ત્રી; સગી દીકરી લેખાય.” પણ કામીને વળી વિવેક શો? વિવેક હોત તો રાવણની લંકા રોળાઈ હોત ! રાજાએ મયણરેખાને લોભાવવા માંડી આજે સુંદર વસ્ત્ર છે, તો કાલે ઘરેણાં છે. નવા નવા હાવભાવથી રીઝવે છે. મયણરેખા હોશિયાર છે. એણે રાજાની આંખમાં વિકાર રમતો દીઠો. નમ્રતાથી કહ્યું: મહારાજ, હું તમારી બહેન-દીકરી લેખાઉં.” પણ રાજા જાણતો હતો કે બહેન-દીકરી કીધે બહેનદીકરી ન થાય. આખરે એણે વિચાર કર્યો કે નાના ભાઈનો કાંટો વચ્ચેથી કાઢી નાખું, પછી એ ક્યાં જવાની છે ? એક દિવસની વાત છે. રાણી મયણરેખા ગર્ભવતી છે. યુગબાહુ એને તથા પુત્ર ચંદ્રયશાને લઈ વનવિહારે નીકળ્યો છે. મોટું એવું કદલી વન આવ્યું છે. કેળનાં ઝુંડનાં ઝુંડ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36