________________
મંત્રચિંતામણિ છેડીને આખો દિવસ તેની સંભાળ રાખવા નવરા નથી. સમય મળે તે અહીં આવીએ છીએ અને ગ્રંથભંડારનું કામ સંભાળીએ છીએ.
અમે તે મહાશયને વિશેષ પ્રશ્ન કર્યો નહિ, પણ અમારા અંતરમાંથી અફસોસની ઊંડી આહ નીકળી ગઈ અને અત્યંત બેદપૂર્વક ત્યાંથી વિદાય લીધી.
દક્ષિણ ભારતને આ કિસે છે કે જ્યાં આજે પણ મંત્રવિષયક ઘણું મહત્વની સામગ્રી સંગ્રહાયેલી છે, પણું કાલના કુટિલ પ્રભાવથી ત્યાં આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે.
ગુજરાત, રાજસ્થાન તથા માલવામાં મંત્રવિષચક ઘણું ગ્ર હતા. ખાસ કરીને જૈન જતીઓએ તેને વિશાલ સંગ્રહ એકઠો કર્યો હતો, પણ પરિસ્થિતિમાં પલટો આવતાં એ સંગ્રહો ચૂંથાઈ ગયા અને તેમાંના કેટલાયે મહત્વના ગ્રંથે. મામૂલી મૂલ્યમાં વિદેશીઓના હાથમાં પહોંચી ગયા. અમને. વધારે ખેદ છે ત્યારે થયે કે જ્યારે અમે મંત્રગ્રંથનાં પાનાઓથી દવા તથા ગંધિયાણનાં પડીકા વળાતાં જોયાં. આમ છતાં ગુજરાત, રાજસ્થાન તથા માલવાના ગ્રંથભંડારોમાં ઘણા મંત્રગ્રંથે વિદ્યમાન છે અને તે જિજ્ઞાસુઓને અભ્યાસની વિપુલ સામગ્રી પૂરી પાડે છે.
ચુક્તપ્રાંત, બિહાર, બંગાળ, આસામ વગેરે પ્રદેશમાં આજે કેટલાક મંત્રવાદીઓ-મંત્ર વિશારદે મૌજુદ છે, પણ તેઓ પિતાના મંત્રસંપ્રદાયની દીક્ષા ન લીધી હોય તેવી.