________________
હીબકારને મહિમા
૧૫૧,
તાત્પર્ય કે કારની જેમ હી કારની ઉપાસના પણ આ દિવ્ય ભૂમિમાં ઘણા પ્રાચીન કાલથી ચાલુ હતી અને ઉચ્ચ કેટિના સાધકો-ઉપાસકે તેમાં ઘણે રસ લેતા હતા.
અમારી સમજ પ્રમાણે હૂંકાર-ઉપાસનાની આ પરં પર એક યા બીજા સ્વરૂપે અવિચ્છિન્ન ચાલુ રહેલી છે અને આજે પણ કેટલાક સાધક-ઉપાસકે તેની ઉપાસના અનન્ય મને કરી રહેલ છે. હજી ડાં વર્ષો પહેલાં જ મહારાષ્ટ્રનાશિકમાં એક ઉપાસક હકાર મંત્રની અખંડ ઉપાસના કરીને વચનસિદ્ધ મહાપુરુષની કટિમાં બિરાજ્યા હતા. તેમણે હ્રીંકારને પ્રસાદ આપીને અનેક દુખિયાનાં દુઃખ તથા રેગિના રેગે મટાડયા હતા, તેમ જ પિતાના શિષ્યસમૂહને પણ હકાર મંત્રની દીક્ષા આપી હતી. અમને જણાવતા આનંદ થાય છે કે તેમના શિષ્યએ પણ હકારની ઉપાસનાના મળે કેટલીક સિદ્ધિઓ મેળવી હતી અને તેને લેકકલ્યાણ અર્થે ઉપગ કર્યો હતે.
અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે મદ્રાસ હાઈકેર્ટના નિવૃત્ત જજ મી. જહોન વુડફ કે જેમણે પાછળથી આર્થર એલેનના સાંકેતિક નામથી અનેક તંત્રનું અંગ્રેજી ભાષામાં સંપાદન કર્યું, તેમને મંત્ર-તંત્રશાસ્ત્રમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવનાર તાંત્રિક પંડિત હ્રીંકારના ઉપાસક હતા અને તેમણે જે અગ્નિબીજને પ્રયોગ કરીને છેડી જ વારમાં લાકડામાં અગ્નિ ઉત્પન્ન કરી બતાવ્યે હતું. આ