________________
જૈન ધર્મમાં હીબકાર-ઉપાસના
૨૧૭ આવે છે અને ત્યારથી તે પૂજનને યોગ્ય ગણાય છે, તેમ મંત્રપટ પણ તેની પ્રાણપ્રતિષ્ઠા કે પ્રતિષ્ઠા થયા પછી જ પૂજનને ચોગ્ય ગણાય છે.
આ મંત્રપટની પ્રતિષ્ઠા શુભતિથિમાં એટલે શુકલપક્ષની પાંચમ, દશમ કે પૂર્ણિમાના દિવસે કરાવવામાં આવે છે અને તે માટે મુહૂર્ત પણ એવું પસંદ કરવામાં આવે છે કે જ્યારે ચંદ્રબળ ઉત્તમ પ્રકારનું હેય.
જેણે ડ્રીંકાર વિદ્યા તથા તેને આખાય (વિધિ આપ્યો હિય તે મંત્રગુરુ કહેવાય છે. તેમને નમસ્કાર કરીને તથા તેમને ઉચિતદાનથી સંતુષ્ટ કરીને પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવે છે
અહીં સંપ્રદાય એ છે કે તૈયાર થયેલ મંત્રપટને પંચામૃતથી અભિષેક કરે અને શુદ્ધ જળથી સ્વચ્છ કર્યા પછી શુદ્ધ વસ્ત્રથી લૂછીને તેને આપણ નાભિથી ઊંચે હેય એવા બાજોઠ પર પધરાવ. આ બાજોઠ પકાણ એટલે રાતા ચંદનના લાકડાને બનેલે હેય તે વધારે સારું ગણાય છે.
ઈક સ્થળે સેનાના પાટલાનો ઉલલેખ પણ કરે છે, પરંતુ તે દ્ધિમંત શ્રાવકેને માટે. - ત્યાર પછી કપૂર, અગર, ચક્ષકદમ આદિ સુગંધી પદાર્થોથી અથવા સુખડથી તેનું વિલેપન કરવામાં આવે છે અને તેની સેવંત્રા, ચંપ, જાઈ વગેરે પુષ્પોથી પૂજા કરવામાં આવે છે. છેવટે રાતી કરેણનાં પુષ્પ ચડાવવામાં આવે છે. ત્યારબાદ અબેટ નાહીને સૌભાગ્યવતી સ્ત્રીએ ખાસ તૈયાર કરેલું નૈવેદ્ય તેની સમક્ષ ધરવામાં આવે છે તથા દશાંગ