Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 365
________________ આપત્તિનિવારક અદ્દભુત સ્તંત્ર ૩૪૭ ફલદાયક થતા નથી અને સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી, ત્યાં પણ આ ઉપસર્ગહરસ્તેત્રને પ્રભાવ જોવામાં આવે છે. प्राप्नोत्यपुत्रं सुतमयहीनं, श्रीदायते पत्तिरपीशतीह । दुःखी सुखी चाथ भवेन्न किं किं त्वद्रूपचिन्तामणिचिन्तनेन ॥ જે પુત્રરહિત હોય તે પુત્ર પ્રાપ્ત કરે છે, જે લમીહીન હોય તે લક્ષમી પ્રાપ્ત કરે છે, જે પાયદળને સામાન્ય સિપાઈ હેય તે મોટા અધિકાર પર પહોંચે છે અને દુઃખી હેય તે સુખી થાય છે. હું સ્તવરાજ ! તારા જેવા ચિંતામણિના ચિંતનથી શું શું નથી થતું? તાત્પર્ય કે બધું જ થાય છે? एकया गाथयाऽप्यस्य, स्तवस्य स्मृतमात्रया। शान्ति: स्यात् किं पुन: पूण, पञ्चगाथाप्रमाणकम् ॥९॥ આ સ્તવનની માત્ર એક ગાથા સ્મરવાથી જ શાંતિ થાય છે, તે પાંચ ગાથાપ્રમાણુ પૂરાં સ્તવનનું શું કહેવું?” उपसर्गाः क्षय यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, ध्यातेजस्मिन् स्तवपुङ्गवे ॥१०॥ “આ શ્રેષ્ઠ સ્તવનું ધ્યાન ધરવાથી ઉપસર્ગો ક્ષય પામે છે, વિનરૂપી વેલીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે.” જે આ સ્તંત્રની રોજની ૧૦૮ ગણના ન થઈ શકે તે ૨૭ કે ૧૩ ની ગણના અવશ્ય કરવી.

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375